ઠાસરાના ધારાસભ્યના હુમલાના પાંચ આરોપીઓ ઝડપાયા
(પ્રતિનિધિ) નડીઆદ : નડીઆદમાં ઠાસરાના ધારાસભ્ય કાંતીભાઈ પરમાર પર થયેલા હુમલાના કેસમાં મુખ્ય સુત્રધારોને પોલીસે ઝડપી પાડયા હતા પોલીસ સુત્રોથી મળતી માહિતી મુજબ ભાનુભાઈ ભરવાડ, નવધણ ભરવાડ, પ્રકાશ પંજાબી આ લોકો અમદાવાદ નજીક આવેલા મોટી બોરૂ પાસેના કૃષ્ણમંદિર નાગાલાખા ઠાકરની ગાદીએ છુપાયા હતા
કોઠ પોલીસની મદદથી સંયુકત ઓપરેશન હાથ ધરીને નડીઆદ પોલીસે ભાનુ ભરવાડ, નવઘણ ભરવાડ, પ્રકાશ પંજાબી આ ત્રણેયને ઝડપી લીધા હતા. ત્યારબાદ નડીઆદ પોલીસે આ ત્રણેયને લઈને પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કર્યુ હતું અને જાણવા મળેલ હતું કે આ ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો અને કયાં ક્યાં ગયા હતા તેની હકીકત જાણવા મળી હતી. નડીઆદ શહેરમાં આરોપીઓને લઈને ફર્યા હતા
બાદમાં સંતરામ મંદિરની નડિયાદ ટ્રાફિક ચોકી સુધી ત્રણે આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું પોલીસે અજય ભરવાડ અને નાગજી ભરવાડને ૩ દિવસના રીમાન્ડ મેળવ્યા હતા અને આ કેસમાં કુલ પાંચની ધરપકડ કરાઈ છે અને ત્રણેય આરોપીઓને રીમાન્ડ માટે કાર્યવાહી હાથ ધરાઈ છે.*