આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી 50 ઇક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યુ
મુંબઈ, આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (મહત્વપૂર્ણ નોન-બેંક ફાઇનાન્સિયલ સર્વિસીસ જૂથ)ની પેટાકંપની અને આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડ (એબીએસએલએમએફ)ની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડએ નિફ્ટી 50 ઇક્વલ વેઇટ ટીઆર ઇન્ડેક્સ પર નજર રાખતી ઓપન એન્ડેડ સ્કીમ આદિત્ય બિરલા સન લાઇફ નિફ્ટી 50 ઇક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડ લોંચ કર્યું છે.
નિફ્ટી 50 ઇન્ડેક્સના તમામ ઘટકો નિફ્ટી 50 ઇક્વલ વેઇટ ઇન્ડેક્સનો ભાગ છે. પણ નિફ્ટી 50 બજાર મૂડીકરણ પર આધારિત છે અને જે કંપનીની માર્કેટ કેપ વધારે એના સ્ટોકનું ઇન્ડેક્સમાં વેઇટેડ વધારે હોય છે. એનાથી વિપરીત ઇક્વલ વેઇટ ઇન્ડેક્સમાં 50 કંપનીઓની માર્કેટ કેપને ધ્યાનમાં લીધા વિના તમામ સ્ટોકને એકસમાન વેઇટેજ આપવામાં આવે છે.
ઇન્ડેક્સ દરેક સહભાગી કંપનીઓને 2 ટકા વેઇટેજ ફાળવે છે. પરિણામે વિસ્તૃત સેક્ટરલ પ્રતિનિધિત્વ મળે છે અને સ્ટોક સ્તરે વધારે ડાઇવર્સિફિકેશન જોવા મળે છે. એનાથી અલગ સ્ટોકના અને સંપૂર્ણ સેક્ટર સ્તરે જોખમમાં નોંધપાત્ર ઘટાડો થશે. ઇન્ડેક્સ દર 6 મહિને નિફ્ટી 50ને અનુરૂપ ઓટોમેટિક પુનઃગઠિત થશે,
જે ટોપ મૂવર્સની સ્વાભાવિક પસંદગીની સુવિધા આપશે. ઉપરાંત પોર્ટફોલિયો પોર્ટફોલિયો ત્રિમાસિક ધોરણે પુનઃસંતુલિત થાય છે, જે સ્માર્ટ અને નિયમિત સમયાંતરે પ્રોફિટ બુકિંગ તરફ દોરી જાય છે. દરેક સ્ટોક 2 ટકા એલોકેશન ધરાવશે એટલે જો બજારની કામગીરીને પરિણામે કોઈ સ્ટોકનું એલોકેશન વધશે, તો સ્ટોકની વધારાની ટકાવારીનું ઓટોમેટિક પ્રોફિટ બુકિંગ માટે વેચાણ થશે. એમાંથી જે ફંડ પ્રાપ્ત થાય એનું ઘટેલા સ્ટોક અને 2 ટકાથી ઓછું એલોકેશન ધરાવતા સ્ટોકમાં ફરી રોકાણ થશે.
નવા ફંડ પર આદિત્ય બિરલા સન લાઇફ એએમસી લિમિટેડના એમડી અને સીઇઓ એ બાલાસુબ્રમનિયને કહ્યું હતું કે, “થોડી હેવીવેઇટ કંપનીઓના પર્ફોર્મન્સ પર નિર્ભર રહેવાને બદલે 50 લાર્જ કેપ કંપનીઓને સમાન એલોકેશનથી વૃદ્ધિની તકમાંથી લાભ મળી શકે છે.
વિસ્તૃત આધારે આર્થિક સુધારા સાથે સિમેન્ટ અને સિમેન્ટ ઉત્પાદનો, ફાર્મા, ધાતુઓ અને સેવાઓ જેવા ઊંચી વૃદ્ધિ કરતાં ક્ષેત્રો નિફ્ટી 50 ઇક્વલ વેઇટ ઇન્ડેક્સમાં સારું પ્રતિનિધિત્વ ધરાવે છે. સમયની સાતે બજારો અને અર્થતંત્ર વૃદ્ધિ કરશે તેમ અમને નિફ્ટી 50ની સરખામણીમાં ઇક્વલ વેઇટ (ઇડબલ્યુ) ઇન્ડેક્સ વધારે સારી કામગીરી કરશે એવી અપેક્ષા છે.
આ ઇન્ડેક્સે ટૂંકા અને લાંબા ગાળે નિફ્ટી 50થી સારી કામગીરી કરી છે. હકીકતમાં આ બેઝ ઇન્ડેક્સમાં સ્ટોક સ્તરનું પોલરાઇઝેશન આપણે વર્ષ 2018-19માં જોયું હતું, જેમાં ઝડપથી સુધારો થયો છે. આ પૃષ્ઠભૂમિમાં આદિત્ય બિરલા સન લાઇફ નિફ્ટી 50 ઇક્વલ વેઇટ ઇન્ડેક્સ ફંડ રોકાણનો સરળ અને ઇન્ટેલિજન્ટ વિકલ્પ છે, જે દેશમાં વિસ્તૃત આધારે આર્થિક વૃદ્ધિ પર લાભ લેવાની તક પ્રદાન કરે છે.”