Western Times News

Gujarati News

ગઢચિરોળીમાં પોલીસે એન્કાઉન્ટરમાં ૧૩ નક્સલીઓનો ખાતમો કર્યો

Files pHoto

ગઢચિરોળી: મહારાષ્ટ્રના ગઢચિરોળીમાં ઝ્ર-૬૦ કમાન્ડો પોલીસે નક્સલીઓ પર મોટી કાર્યવાહી કરી છે. સી-૬૦ની આ કાર્યવાહીમાં ૧૩ નક્સલીઓનો ખુડદો બોલાયો હોવાના સમાચાર છે. નક્સલીઓ સાથે અથડામણ ગઢચિરોળીના એટાપલ્લી તહસીલના પૈદી-કોટમી જંગલોમાં થઈ હતી

અત્રે જણાવવાનું કે સી ૬૦ કમાન્ડો પોલીસ અને નક્સલીઓ વચ્ચે એન્કાઉન્ટર ગુરુવારે મોડી રાતે જંગલમાં શરૂ થયું. કાર્યવાહીને અંજામ આપવા માટે કમાન્ડો પગપાળા જ જંગલની અંદર ગયા, જેથી કરીને નક્સલીઓને તેમના આગમનની જાણ જ ન થઈ. ગઢચિરોળીના ડીઆઈજી સંદીપ પાટિલે જણાવ્યું કે ઓછામાં ઓછા ૧૩ નક્સલીઓ પોલીસ ઓપરેશનમાં માર્યા ગયા છે. ગઢચિરોળીના જંગલ વિસ્તાર એટાપલ્લીમાં નક્સલીઓ સાથે અથડામણ થઈ હતી

અત્યારે આ વિસ્તારમાં પોલીસ ટીમનું સર્ચ ઓપરેશન ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં વધુ નક્સલવાદીઓનાં મોત થયા હોવના સમાચાર છે. જાે કે, અત્યાર સુધી મળેલી લાશની ઓળખ થઈ શકી નથી. ગઢચિરોલીનાં પોલીસ અધિક્ષક અંકિત ગોયલે એન્કાઉન્ટરમાં ૬ નક્સલવાદીઓનાં મોતની પુષ્ટિ કરી છે. જણાવી દઇએ કે, મહારાષ્ટ્રનાં ગઢચિરોલી વિસ્તાર છત્તીસગઢની સરહદ પર છે. આ આખો વિસ્તાર નક્સલવાદથી પ્રભાવિત છે.

આ અગાઉ ૨૯ માર્ચે ગઢચિરોલીનાં ખોબ્રામેન્ધાનાં જંગલમાં સુરક્ષા દળો સાથે એન્કાઉન્ટર બાદ બે મહિલાઓ સહિત ઓછામાં ઓછા પાંચ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. શનિવારે સવારે ગઢચિરોલી પોલીસની સી-૬૦ કમાન્ડો ટીમ સર્ચ ઓપરેશનમાં લાગી હતી ત્યારે પ્રથમ એન્કાઉન્ટર થયું હતું. જુદા જુદા સ્થળોએ જંગલમાં છુપાયેલા લગભગ ૫૦-૬૦ ઉગ્રવાદીઓ સાથે એન્કાઉન્ટર થયા હતા

ઉગ્ર ફાયરિંગ થયું હતું. બંને તરફથી ગોળીબાર એક કલાકથી વધુ સમય સુધી ચાલુ રહ્યો હતો, ત્યારબાદ નક્સલીઓએ પીછેહઠ કરી અને સવારે તે જંગલમાં ભાગી ગયા હતા. ત્યારબાદમાં પોલીસે આજુબાજુનાં વિસ્તારમાં શોધખોળ કરતા આ વિસ્તારમાંથી ૩ પ્રેશર કૂકર બોમ્બ, ૩૦૩ ઇફલ મેગેઝિન, ઇલેક્ટ્રિકલ વાયરનાં બંડલ, ફાયર-ક્રેકર બોમ્બ, દવાઓ અને અન્ય સામગ્રી મળી આવી હતી. બીજા એન્કાઉન્ટર દરમિયાન, સી-૬૦ કમાન્ડોએ બે મહિલાઓ સહિત પાંચ નક્સલીઓને ઠાર કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.