હજુ પણ ૫૦ ટકા ભારતીયો માસ્ક પહેરતા નથી
નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને દરરોજ ૪ હજારથી વધારે લોકોના મોત થઈ રહ્યા છે. જ્યારે લાખો લોકો સંક્રમિત થઈ રહ્યા છે. કોવિડ-૧૯થી બચવા માટે લોકોને માસ્ક લગાવવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ તેમ છતાં લોકો તેનું પાલન નથી કરી રહ્યા.
કોરોના વાયરસના વધતા સંક્રમણની વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક રિપોર્ટ જાહેર કર્યો છે અને ખુલાસો કર્યો છે કે ખતરો હોવા છતાં દેશભરમાં ૫૦ ટકા લોકો માસ્ક નથી લગાવતા. તેના સાથે જ સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે જે લોકો માસ્ક પહેરે છે તે પણ સરખી રીતે તેને નથી લગાવતા. માસ્ક પહેરનાર કોઈ વ્યક્તિ તેને નાકની વચ્ચે, કોઈ મોઢાની નીચે તેને રાખે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે જે ૫૦ ટકા લોકો માસ્ક પહેરે છે તેમાંથી ૬૪ ટકા લોકો નાક નથી ઢાંકતાં અને ફક્ત મોઢા પર જ માસ્ક લગાવે છે. ત્યાં જ ૨૦ ટકા લોકો ડાઢી પર માસ્ક પહેરે છે. જ્યારે ૨ ટકા લોકો ગળામાં માસ્ક પહેરે છે. માસ્ક લગાવનારા લોકોમાંથી ફક્ત ૧૪ ટકા લોકો જ સરખી રીતે માસ્ક લગાવે છે. એટલે કે કુલ જનસંખ્યાના ફક્ત ૭ ટકા લોકો જ પ્રોપર માસ્ક પહેરે છે.