અમદાવાદમાં શાળાનાં વિદ્યાર્થીઓ હોન્ડા સાથે માર્ગ સલામતીનું મહત્ત્વ શીખ્યાં
હોન્ડાએ અમદાવાદમાં માર્ગ સલામતી પર જાગૃતિ લાવવા માટેનું એના સૌથી મોટા અભિયાનનું અમદાવાદમાં આયોજન કર્યું
અમદાવાદ, આજે માર્ગ સલામતીની જાગૃતિ ભવિષ્યમાં ભારતને સલામત બનાવશે એવું દ્રઢપણે માનતી હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (એચએમએસઆઈ)એ અમદાવાદમાં એની રોડ સેફ્ટી અવેરનેસ પહેલનું આયોજન કર્યું હતું. હોન્ડાનો વિશિષ્ટ નેશનલ રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ ભારતનાં ભવિષ્ય સમાન બાળકોને મનોરંજક રીતે માર્ગ સલામતીનાં ગંભીર મુદ્દા પર જાણકારી આપે છે. અમદાવાદમાં હોન્ડાએ 3 દિવસમાં અમૃત હાઈ સ્કૂલનાં 2,000થી વધારે વિદ્યાર્થીઓને સમજણ આપી હતી.
આ અભિયાનની શરૂઆત થયા પછી ફક્ત આઠ મહિનામાં હોન્ડા 2વ્હીલર્સ ઇન્ડિયા દ્વારા આ સામાજિક જવાબદારી અભિયાનમાં 89 શહેરોમાં માર્ગ સલામતી પર શાળા અને કોલજોનાં 2 લાખથી વધારે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવી છે.
હોન્ડાની માર્ગ સલામતી પર બાળકોને જાણકારી આપવાની કટિબદ્ધતા પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનાં બ્રાન્ડ એન્ડ કમ્યુનિકેશનનાં વાઇસ પ્રેસિડન્ટ શ્રી પ્રભુ નાગરાજે કહ્યું હતું કે, “મોબિલિટી વ્યવસાયમાં જવાબદાર કોર્પોરેટ તરીકે હોન્ડા માર્ગ સલામતીને સર્વોચ્ચ મહત્ત્વ આપે છે. અમે કંપનીએ કામગીરીની શરૂઆત કરી ત્યારથી માર્ગ સલામતી વિશે સમાજમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસરત છે તેમજ દરેક ડિલરમાં અમારા ગ્રાહકોની સાથે સમાજનાં તમામ વર્ગોમાં જાગૃતિ લાવવામાં માનીએ છીએ. ભારત દુનિયામાં સૌથી વધુ સંખ્યામાં યુવા લોકશાહી રાષ્ટ્ર હોવાથી આપણાં માટે બાળકોને નાની વયથી જવાબદાર રોડ યુઝર બનાવવા માટે માર્ગ સલામતી વિશે જાણકારી આપવી મહત્ત્વપૂર્ણ છે.
આ ઉદ્દેશ સાથે અમે જાગૃતિ લાવવા માટે વિવિધ પહેલો હાથ ધરી છે અને દેશભરમાં શાળા અને કોલેજોનાં 2 લાખથી વધારે વિદ્યાર્થીઓને આવરી લીધા છે. છેલ્લાં 3 દિવસમાં અમે અમદાવાદમાં અમૃત હાઈ સ્કૂલમાં રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ હાથ ધર્યો હતો. અમને 2000થી વધારે વિદ્યાર્થીઓને જાણકારી આપવાની ખુશી છે અને તેમનાં પ્રતિસાદથી આનંદિત થયા છીએ. અમે ભવિષ્યમાં વધારે જવાબદાર યુઝર્સ ઊભા કરવામાં અમારાં પ્રયાસોને જાળવી રાખીશું.”
હોન્ડાનો નેશનલ રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ વૈજ્ઞાનિક રીતે છતાં વધારે મનોરંજન સાથે બાળકોને સલામતીનાં મુદ્દા વિશે જાગૃત કરે છેઃ
- ઇન્ટરેક્ટિવ સેશનઃ હોન્ડાનાં ખાસ ટ્રેઇન કરેલા રોડ સેફ્ટી ઇન્સ્ટ્રક્ટર્સે સ્કૂલ બસ અને સાયકલ દ્વારા પ્રવાસ કરવામાં શું કરવું અને શું ન કરવું એ વિશે બાળકોને જાણકારી આપી હતી.
- પ્રેક્ટિકલ લર્નિંગઃ 9થી 12 વર્ષનાં બાળકો સલામતી રીતે તેમની સાયકલ કેવી રીતે ચલાવવી એ સમજે છે, કે પછી ટૂ-વ્હીલર પર પિલિયન તરીકે કેવી રીતે સવારી કરે એ શીખે છે અને માર્ગો પર સલામતી ગીયરનું મહત્ત્વ સમજે છે. આ જાણકારીને વધારે પ્રેક્ટિકલ અને મનોરંજક બનાવવા બાળકોને સ્પેશ્યલ ઇમ્પોર્ટેડ સીઆરએફ50 મોટરસાયકલ પર શીખવવામાં આવ્યું હતું.
- સાયન્ટિફિક થિયરી લર્નિંગ મોડ્યુલઃ 13થી 17 વર્ષનાં બાળકો તેમજ શિક્ષકો માટે સેફ રાઇડિંગ થિયર સેશન હાથ ધરવામાં આવ્યું હતું.
- સ્પેશ્યલ રાઇડર ટ્રેનિંગ એક્ટિવિટીઃ 16 વર્ષથી વધારે વય ધરાવતાં કિશોરો માટે સ્પેશ્યલ રાઇડર ટ્રેનિંગ એક્ટિવિટીનો અમલ હોન્ડાનાં ટ્રેઇન સેફ્ટી ઇન્સ્ટ્રક્ટર્સનાં માર્ગદર્શન હેઠળ થયો હતો.
- શીખવાની પ્રક્રિયા મનોરંજક બની હોન્ડાએ રોજિંદા ધોરણે રોડ સેફ્ટી ગેમ્સ અને ક્વિઝ પણ હાથ ધરી હતી, જેથી શાળાનાં બાળકો મનોરંજક રીતે સલામતી સવારી વિશે શીખ્યાં હતાં. 4થી 5 વર્ષનાં બાળકોને પિક્ચર અને કોમિક્સ દ્વારા માર્ગનાં વપરાશ પર શું કરવું અને શું ન કરવું એ શીખવવામાં આવ્યું હતું.