બંગાળની ખાડીમાં ગયેલા માછીમારો- નાવિકોને પરત ફરવા અપાઈ ચેતવણી

Files Photo
નવીદિલ્હી: ભારતીય તટરક્ષકે કહ્યું કે ભારતીય હવામાન વિભાગના પૂર્વાનુમાનના અનુસાર ૨૨ મેના રોજ ઉત્તરી અંડમાન સાગર અને નિકટના પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં ઓછું દબાણ બનવાની સંભાવના છે.
ભારતીય તટરક્ષકે પોત, વિમાન અને અન્ય અડ્ડાને યાસ વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ચેતવણી આપવાનું શરૂ કર્યું છે. બંગાળની ખાડીમાં ગયેલા માછીમારો અને નાવિકોને તટ પર પાછા ફરવાની અને નજીકના બંદરે સુરક્ષા સાથે હટી જવા માટે કહેવામાં આવ્યું છે. ગુરુવારે જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે આવનારા ૭૨ કલાકમાં વાવાઝોડું મજબૂત થવાની શક્યતા છે. ભારતીય તટરક્ષક બળે કહ્યું કે ભારતીય હવામાન વિભાગના અનુસાર ૨૨ મેના રોજ ઉત્તરી અંડમાન સાગર અને નજીકના પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં ઓછા દબાણની શક્યતા છે.
અરબ સાગરમાં ઉઠેલા તૌક્તે તોફાનના થોડા દિવસ બાદ બંગાળની ખાડીમાં યાસ તોફાન આવવાની શક્યતા જાેવા મળી રહી છે. તૌક્તે વાવાઝોડુ સોમવારની રાતે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઉનાની નજીક ટકરાયું હતુ જેનાથી ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓછામાં ઓછા ૫૩ લોકોના મોત થયા હતા. આવનારા ૭૨ કલાકમાં યાસ વાવાઝોડું તોફાનમાં ફેરવાય તેવી શક્યતાઓ જાેવા મળી રહી છે.
હવામાન વિભાગે કહ્યું કે ૨૨ મેના રોજ બંગાળની ખાડીના પૂર્વી મધ્ય ભાગમાં એક ઓછા દબાણનું ક્ષેત્ર બનશે, જે ચક્રાવાતી તોફાનમાં ફેરવાશે. ૨૬મેના રોજ ઓરિસ્સા- પશ્ચિમ બંગાળના તટને અસર કરી શકે છે. તેના બાદ અમ્ફાન જેવા એક વધુ તોફાનની આશંકા છે. ૨૫મેના રોજ બંગાળના અનેક ભાગમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદની તીવ્રતા ખાસ કરીને ગંગાની પટ્ટી પર ધીરે ધીરે વધી શકે છે. હવામાન વિભાગે સમુદ્રના અશાંત રહેવાની ચેતવણી આપી છે. પશ્ચિમ બંગાળના માછીમારોને ૨૩મેથી કેટલાક દિવસો સુધી સમુદ્રમાં ન જવાની સલાહ અપાઈ છે. જે લોકો સમુદ્રમાં ગયા છે તેમને જલ્દી પાછા ફરવાની અથવા તો સલામત સ્થળે ખસી જવા કહેવાયું છે.