પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો
નવીદિલ્હી: એકવાર ફરી પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો થયો છે. આજે પેટ્રોલનો ભાવ ૨૪ થી ૨૭ પૈસા અને ડીઝલનો ભાવ ૨૯ થી ૩૧ પૈસા વધ્યો છે. એક દિવસ છોડીને પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે. રવિવારે પેટ્રોલનાં ભાવમાં વધારો થયો હતો, જ્યારે સોમવારે કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો, પરંતુ આજે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે.
૧૬ મેનાં રોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ ૨૪ પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં ૨૭ પૈસા પ્રતિ લીટર મોંઘુ કર્યું હતું. પાંચ રાજ્યોનાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થયા પછી તેલનાં ભાવમાં વધારો થઈ રહ્યો છે.
દિલ્હીમાં ૯૨.૮૫ રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં ૯૯.૧૪ રૂપિયા પ્રતિ લિટર, ચેન્નાઈમાં ૯૪.૫૪ રૂપિયા પ્રતિ લિટર, કોલકતામાં ૯૨.૯૨ રૂપિયા પ્રતિ લિટર, બેંગલુરુંમાં ૯૫.૮૪ રૂપિયા પ્રતિ લિટર, ભોપાલમાં ૧૦૦.૯૧ રૂપિયા પ્રતિ લિટર, લખનૌમાં ૯૦.૫૭ રૂપિયા પ્રતિ લિટર, પટનામાં ૯૫.૦૫ રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ નોંધાયો છે.
દેશની રાજધાની દિલ્હીમાં ૮૩.૫૧ રૂપિયા પ્રતિ લિટર, મુંબઈમાં ૯૦.૭૧ રૂપિયા પ્રતિ લિટર, ચેન્નાઈમાં ૮૮.૩૪ રૂપિયા પ્રતિ લિટર, કોલકતામાં ૮૬.૩૫ રૂપિયા પ્રતિ લિટર, બેંગલુરુંમાં ૮૮.૫૩ રૂપિયા પ્રતિ લિટર, લખનઉમાં ૮૩.૮૯ રૂપિયા પ્રતિ લિટર, પટનામાં ૮૮.૭૫ રૂપિયા પ્રતિ લિટર ડીઝલનો ભાવ નોંધાયો છે.