કચ્છમાંથી પોલીસે ૨૫ લાખ રૂપિયાનો ૬૦૦ પેટી દારૂ ઝડપી પાડયો
ભુજ: રાજ્યમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડાડતો કિસ્સો કચ્છમાંથી સામે આવ્યો છે. જિલ્લાની પૂર્વ પોલીસના તાબા હેઠળના વિસ્તારમાંથી પોલીસે ખાનગી બાતમીના આધારે એક દરોડો પાડ્યો હતો. જાેકે, આ દરોડામાં મળી આવેલા દારૂના જથ્થાને જાેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસના દરોડામાં ૨૫ લાખનો માતબર જથ્થો પકડાયો છે.
બનાવની વિગતો એવી છે કે પૂર્વ કચ્છ પોલીસના તાબા હેઠળના અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એન. રાણાને ખાનગી બાતમી મળી હતી. તેમની બાતમી મુબ અંજારથી સાપેડા જતા રોડ પર એચપીના પેટ્રોલ પમ્પ પાસથી ળતા રસ્તે અંજા સીમમાં આવેલી ભોગવટાની વાડીમાં માલ ઉતર્યો હોવાની બાતમી હતી.
આ બાતમી મળતા જ પોલીસ સ્ટા સાથે ત્રાટકી હતી, આ રેડ દરમિયાન આરોપી શાંતિલાલ ડાંગર સ્થળ પરથી મળી આવ્યો હતો. જેમની વાડીમાં ઈંગ્લિશ દારૂની ૭,૨૦૦ બોટલ કુલ ૬૦૦ પેટી સંતાડેલી હતી. આ જથ્થો જાેઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે ઝડપી પાડેલા દારૂની કિંમત ૨૫ લાખ રૂપિયા જેટલી માતબર છે.
પોલીસને આ સ્થળેથી મનુભા વિઠ્ઠભા વાઘેલા અને મુકેશ ડાંગરને ફરાર દર્શાવ્યા છે અને તેમની શોધખોળ શરૂ છે જ્યારે સ્થળ પરથી અલટો કાર, સુઝુકી એક્કેસ, હિરો ડીલક્ષ, સ્પેલન્ડર સહિતનો મુદ્દામાલ મળી કુલ ૨૭,૮૦,૫૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
આ દારૂ આ શખ્સો ક્યાંથી લાવ્યા હતા. કોણ સપ્લાયર છે, કોની મદદગારી છે વગેરે જેવી તપાસ પોલીસ ચલાવી રહી છે પરંતુ આટલો મોટો જથ્થો પોલીસની જાણ બહાર પહોંચી જતા અનેક સવાલો સર્જાયા છે.