હું બ્રેક લેવા માગતી હતી એટલે શો છોડવાનો ર્નિણય કર્યો
મુંબઈ: ટીવી એક્ટ્રેસ હિના ખાન ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અને સૌથી વધારે વળતર મેળવાનારી અભિનેત્રીઓમાંથી એક છે. ટીવી શૉ યે રિશ્તા ક્યા કેહલાતા હૈમાં અક્ષરાનું પાત્ર ભજવ્યા પછી તેને ઘણી પ્રસિદ્ધિ મળી હતી. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સમયથી જે તેની ફેન ફૉલોવિંગ ઘણી વધી ગઈ હતી. જાે કે, આ સીરિયલમાં લાંબો સમય કામ કર્યા પછી હિના ખાને તેને છોડવાનો ચોંકાવનારો ર્નિણય કર્યો હતો. એક ઈન્ટર્વ્યુમાં હિના ખાને શૉ છોડવા પાછળનું કારણ જણાવ્યુ હતું.
પોતાના આ ર્નિણય વિષે વાત કરતાં હિના જણાવે છે કે, મારા મનમાં કંઈ નથી. હું બ્રેક લેવા માંગતી હતી અને આ જ કારણોસર મેં શૉ છોડવાનો ર્નિણય કર્યો. તે સમયે મારા દિમાગમાં બીજું કંઈ નહોતુ ચાલતુ. મેં ક્યારેય મારી ઈમેજ બદલાઈ જશે અથવા દુનિયાને કંઈક સાબિત કરવું છે એવો વિચાર નથી કર્યો. હું નહોતી વિચારતી કે મારે દુનિયાને મારી અન્ય સાઈડ અથવા ટેલેન્ટ બતાવવું છે. બસ હવે શૉમાં કામ કરવા નહોતી માંગતી અને બ્રેક લેવો હતો. આટલું જ કારણ હતું.
આ સિવાય હિનાએ બિગ બૉસ ૧૧ દરમિયાન પોતાના ટ્રાન્સફોર્મેશનની પણ વાત કરી. હિના જણાવે છે કે, જ્યારે મેં બિગ બૉસના ઘરમાં એન્ટ્રી કરી તો આખી ગેમ બદલાઈ ગઈ. જ્યારે હું શૉમાંથી બહાર આવી ત્યારે મને ટ્રાન્સફોર્મેશનનો અનુભવ થયો. મેં શૉમાં અલગ અલગ પ્રકારના કપડા પહેર્યા અને બહાર નીકળી તો જાણ થઈ કે મારા આઉટફિટ્સને પસંદ કરવામાં આવી રહ્યા છે. લોકો માટે હું ફેશનિસ્ટા બની ગઈ હતી. ત્યારે મેં ર્નિણય લીધો કે હું આ ચાલુ રાખીશ.
યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં તેણે અક્ષરાનું પાત્ર ૮ વર્ષ સુધી ભજવ્યું અને તેને નાના પડદા પર કામ કરવા છતાં સ્ટારડમનો અનુભવ મળ્યો. હિનાએ જણાવ્યું કે, મને મારો પહેલો ટેલિવિઝન શૉ એક ઓડિશનને કારણે મળ્યો. ઓડિશન સરળ હતું પરંતુ સંઘર્ષની શરૂઆત ત્યારપછી થઈ હતી. ઘણાં ઉતાર-ચઢાવ જાેવા પડ્યા. લાંબા સમય સુધી મેં એક જ શૉ માટે કામ કર્યું. તે દરમિયાન મને ઘણી ફિલ્મોની નાની-મોટી ઓફર મળી હતી, પરંતુ મારે તે ઓફર્સ જવા દેવી પડી. ત્યારપછી મેં શૉ છોડીને આગળ વધવાનો ર્નિણય કર્યો, અને તે એક સરળ ર્નિણય નહોતો.