અરવલ્લી જીલ્લા પોલીસે શામળાજીના ગ્રામ્ય વિસ્તારમાંથી બંદૂક સાથે ૧ શખ્શને દબોચ્યો
અરવલ્લી જીલ્લાની શામળાજી નજીક આવેલી રતનપુર ચેકપોસ્ટ પરથી મોટા પ્રમાણમાં અસામાજિક તત્વો ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી માટે ઉપયોગ માં લેતા હોય છે દેશી બંદૂક સાથે અનેક શખ્શો ખુલ્લેઆમ શામળાજી પંથકમાં રખડતા હોવાની અને પોલીસની ઝપટે ચઢ્યા હોવાની અનેક ઘટનાઓ બની છે
અરવલ્લી જીલ્લા એસઓજી પીએસઆઈ પી.આર.જાડેજા અને તેમની ટીમે જાબ ચિતરીયા ગામની સીમમાંથી દેશી બંદૂક સાથે ફરતા રાજસ્થાનના બે શખ્શો ફરતા હોવાની જાણ થતા તાબડતોડ જાબચિતારીયા પંથકમાં પહોંચી એક શખ્શને બે દેશી બંદૂક સાથે એક શખ્શને દબોચી લીધો હતો અન્ય એક શખ્શ એસઓજીને થાપ આપી નાસી છૂટવામાં સફળ રહેતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
અરવલ્લી જીલ્લા એસઓજી ટીમે શામળાજી નજીક જાબચિતારીયા ગામે ત્રાટકી ગેરકાયદેસર દેશી બંદૂક સાથે ફરતા કાંતિ હરજીલાલ અસારી (રહે, ડેમત આડાઘર,તા-ખેરવાડા,રાજ) ને ઝડપી પાડતા સાથે દેશી બંદૂક સાથે ફરતો શખ્શ બંદૂક મૂકી હાંજા રામા અસારી (રહે,ડેમત) ફરાર થઈ જતા જીલ્લા એસઓજી ટીમે જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી ફરાર શખ્શને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા