બાયડના જોધપુર ગામે માલધારી પશુપાલકને વાવાઝોડાએ નિરાધાર કર્યો
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના જોધપુર ગામમાં તાઉ તે નામના વિનાશક વાવાઝોડાને લઈને ભારે પવન વરસાદ સાથે તોફાન આવતાં બાયડ તાલુકાના જીતપુર નજીક આવેલા જોધપુર ગામના રબારી અમરતભાઇ શકરાભાઈ પશુ જાનવર બાંધવા માટેના તબેલાનો 150 ફૂટ લંબાઈ અને 20 ફૂટ પહોળાઇ વાળો પાકો શેડ ભારે પવન વરસાદ સાથે વાવાઝોડું આવવાથી આ શેડ ધરાશાયી થઇ ગયો હતો અને પશુ જાનવરને નાની મોટી ઇજાઓ થઈ હતી આ બનાવને લઇને માલધારી ખેડુતનો મુખ્ય વ્યવસાય પશુપાલન સાથે સંકળાયેલો હોઈ ખેડૂતના માથે આભ તૂટી પડ્યું હતું એવી વ્યથા વ્યક્ત કરેલ છે અને વાવાઝોડામાં ધરાશાયી થયેલ શેડ નું અંદાજિત આશરે દોઢથી બે લાખનું નુકસાન થયેલ છે તો આ નુકસાન નું રાજ્ય સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવે તેવી આશા વ્યક્ત કરી છે.