નેધરલેન્ડનો ક્રાઈમ રેટ તળિયે, દેશની સંખ્યાબંધ જેલો ખાલી

Files photo
નવી દિલ્હી: યુરોપમાં આવેલો નેધરલેન્ડ દુનિયાના સૌથી ખૂબસુરત દેશોમાંથી એક છે.અહીંનુ કુદરતી સૌદર્ય અને સુવિધાઓથી આકર્ષાઈને લાખો લોકો ફરવા માટે જાય છે. જાેકે અન્ય એક બાબતે પણ આ દેશ હવે ચર્ચામાં આવ્યો છે અ્ને તે છે દેશની ખાલી પડી રહેલી જેલો નેધરલેન્ડમાં ક્રાઈમ રેટ એટલો ઝડપથી ઘટી રહ્યો છે કે, દેશની સંખ્યાબંધ જેલો ખાલી પડી છે અને કેટલીક જેલોને તો બંધ કરી દેવી પડી છે.૨૦૧૩થી જેલોને તાળા મારવાનો સીલસીલો ચાલી રહ્યો છે. ૨૦૧૯માં પણ કેટલીક જેલોને અહીંયા બંધ કરી દેવામાં આવી હતી
તો કેટલીક જેલોને શરણાર્થીઓ માટેના રેફ્યુજી કેમ્પમાં ફેરવી નાંખવામાં આવી છે. નેધરલેન્ડમાં જેલના કેદીઓ સાથે જે વલણ અપનાવાય છે તેની યુરોપમાં પ્રશંસા થઈ રહી છે. જાણકારોનુ માનવામાં આવે તો નેધરલેન્ડે જે રીતે ગુનેગારો સાથે સહાનૂભૂતિ ભર્યુ વલણ અપનાવ્યુ છે તેનાથી ગુનાખોરીમાં તો ઘટાડો થયો જ છે પણ બીજા દેશો માટે આ સિસ્ટમ ઉદાહરણીય બનીર હી છે.
ખાસ કરીને માનસિક બિમારીથી પિડાતા કેદીઓ પર વિશેષ ધ્યાન અપાય છે. જેમાં સજા કરતા કેદીઓની સમજ બદલવા પર વધારે ભાર મુકાય છે. દેશમાં જે લોકો અપરાધ કરે છે તેમને દંડ કરવામાં આવે છે અથવા તો રિહેબિલિએશન સેન્ટરમાં મોકલવામાં આવે છે. ઉપરાંત જે કેદીઓ પહેલેથી જેલમાં છે તેમની સજા પણ ઓછી કરવામાં આવી રહી છે.
એક અહેવાલ પ્રમાણે નેધરલેન્ડમાં પાડોશી દેશ નોર્વેમાંથી કેદીઓને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. જેથી બાકીની જેલો ચાલુ રહી શકે. નોર્વેમાં ક્રાઈમ રેટ વધારે છે અને આ દેશમાં જેલમાં કેદીઓની સંખ્યા વધી રહી છે અને જગ્યા ઓછી પડી રહી છે.
નેધરલેન્ડમાં દર એક લાખની વસ્તીએ માત્ર પચાસ જ કેદીઓ છે. આ રેશિયો યુરોપમાં સૌથી ઓછો છે.અમેરિકાની વાત કરવામાં આવે તો અહીંયા દર એક લાખની વસતીએ કેદીઓની સંખ્યા ૬૫૫ જેટલી થવા જાય છે.નેધરલેન્ડ સરકારનો અંદાજ છે કે, ૨૦૨૩ સુધીમાં દેશમાં માત્ર ૯૮૧૦ કેદીઓ હશે.