Western Times News

Gujarati News

દહીંની સાથે પાંચ વસ્તુઓને ખાવાનું ટાળવું જાેઈએ

દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, દહીં પાચન શક્તિને વધારવાની સાથે સાથે શરીરમાં ઈમ્યુનિટીને પણ વધારે છે

મુંબઈ: દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીં પાચન શક્તિને વધારવાની સાથે સાથે શરીરમાં આ ઈમ્યુનિટીને પણ વધારે છે. પ્રોબાયોટિક ગુણોથી ભરપૂર ખાદ્ય પદાર્થમાં કેલ્શિયમની માત્રા પણ વધુ હોય છે. જે શરીરના બોન્સને મજબૂત કરે છે. આ સિવાય તેમાં વિટામિન બી ૨, વિટામિન બી ૧૨, મેગ્નેશિયમ, પોટેશિયમ અને પ્રોટિન પણ ભરપૂર માત્રામાં હોય છે. માટે તે સુપર ફૂડની કેટેગરીમાં આવે છે. આ તમામ ગુણો હોવાથી રોજ જાે દહી ખાવામાં આવે તો સ્વાસ્થ્યને ફાયદો થાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે, સ્વાસ્થ્ય માટે આટલા લાભદાયી ફૂડની સાથે અમુક એવી વસ્તુઓ છે જેને મિક્સ કરીને ખાવાથી જમવાનુ હાનિકારક બની જાય છે.

અહીં અમે જણાવીશું કે દહીંની સાથે ભૂલથી પણ આ વસ્તુઓને મિક્સ કરીને કે પછી સાથે ન ખાવી જાેઈએ. ગરમીમાં ઘણીવાર લોકો પોતાના ઘરમાં રાયતું બનાવે છે અને તેમાં દહીં સાથે ડુંગળી નાખે છે. આ સ્વાદમાં તો બહુ સારું લાગે છે પણ તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આયુર્વેદ મુજબ દહીં ઠંડુ હોય છે જ્યારે ડુંગળીની તાસીર ગરમ છે. આ બંનેને સાથે ખાવાથી એલર્જી થઈ શકે છે. ડુંગળી અને દહીં સાથે ખાવાથી શરીરમાં સોરાયસિસ, ગેસ, એસિડિટી અને ઉલટી થઈ શકે છે. દૂધ અને દહીં બંને વસ્તુઓનું સેવન એકસાથે ન કરવું જાેઈએ. આયુર્વેદમાં આ બંને ચીજવસ્તુઓને સાથે ખાવું નુકસાનકારક માનવામાં આવે છે.

આ બંને વસ્તુઓ સાથે ખાવાથી ડાયરિયા, ગેસ, પેટમાં દુખાવો, ઈનડાયજેશન જેવી સમસ્યાઓ સર્જાય છે. આપણે સૌને ઉનાળામાં આમ લસ્સી ખાવાનું પસંદ હોય છે. પણ તે આપણા સ્વાસ્થય માટે નુકસાનકારક છે. કેમ કે, બંનેની તાસિર એકબીજાથી ઉંધી છે. માટે તમે આ બંને વસ્તુઓને મિક્સ કરીને ન ખાઈ શકો. આવું કરવાથી શરીરમાં ચામડી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

કહેવાય છે કે, ક્યારેય બે પ્રોટીનયુક્ત ભોજનનું સેવન એકસાથે ન કરવું જાેઈએ. જાે મચ્છી સાથે દહીંનું સેવન કરીએ તો અનેક બિમારીઓ થઈ શકે છે. કેમ કે, આ બંને વસ્તુઓ પ્રોટીનથી ભરપૂર છે. મચ્છી અને દહીંને સાથે ખાવાથી અપચો અને પેટના દુખાવા જેવી સમસ્યાઓ થઈ શકે છે. દહીંની સાથે જાે આપણે અડદની દાળનું સેવન કરીએ તો એસિડિટી, સોજા, લૂઝમોશન જેવી સમસ્યાઓ થઈ શકે છે. માટે આ બંને ચીનવસ્તુઓને એકસાથે ન ખાવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.