Western Times News

Gujarati News

હિન્દુસ્તાન કોકાકોલા બેવરેજીસએ સાણંદના SDMને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ આપ્યા

સાણંદ, ભારતની ટોચની એફએમસીજી કંપનીઓમાં સ્થાન ધરાવતી હિન્દુસ્તાન કોકાકોલા બેવરેજીસ પ્રાઈવેટ લિમિટેડે (HCCB) #Covid19 સામેની લડતમાં મદદ અર્થે જર્મનીથી આયાત કરેલા એવરફ્લો ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનો જથ્થો સાણંદ તાલુકાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ શ્રી જે જે પટેલને સુપરત કર્યા હતા. HCCB hands over oxygen concentrators to Sub-Divisional Magistrate, Sanand

 આ પહેલ એચસીસીબીના દેશવ્યાપી કોવિડકેર પ્લાનનો એક ભાગ છે જેમાં ઓક્સિજન પ્લાન્ટ્સ સ્થાપવા, જરૂરિયાતમંદોને નિઃશુલ્ક ફૂડ કિટ્સ અને પીણાંનું વિતરણ, સરકારી તથા ચેરિટેબલ હોસ્પિટલ્સને આઈસીયુ અને અન્ય મેડિકલ ઈમર્જન્સી ઈક્વિપમેન્ટ્સ પૂરા પાડવા, વેક્સિનેશન કેમ્પ યોજવા અને અન્ય કાર્યક્રમોને ટેકો પૂરો પાડવાનો સમાવેશ થાય છે.

અપૂરતા ઓક્સિજન પુરવઠાની ઊભી થયેલી કટોકટી સામે ઝઝૂમી રહેલા સમુદાયોને મદદ કરવાના પ્રયાસરૂપે એચસીસીબી દેશભરના વિવિધ ભાગોમાં વહીવટીતંત્રોને ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સનું વિતરણ કરી જ રહી છે.

 એચસીસીબી તરફથી મળેલા પ્રદાનની સાણંદ તાલુકાના એસડીએમ શ્રી જે જે પટેલે (Sanand SDM J. J. Patel) સરાહના કરી હતી અને ભવિષ્યમાં કંપની તરફથી આ જ પ્રકારનો સહયોગ મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ કટોકટીભર્યા સમયમાં સમાજની પડખે રહેવા બદલ તેમણે એચસીસીબી ટીમનો આભાર માન્યો હતો.

 સમાજના હિતાર્થે સતત સહયોગ પૂરો પાડવાની કંપનીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતાં એચસીસીબીના ચીફ પબ્લિક અફેર્સ એન્ડ કમ્યૂનિકેશન ઓફિસર શ્રી કમલેશ શર્માએ જણાવ્યું હતું કે અત્યારે ભારત આટલી વિકરાળ સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે અમારું સૌભાગ્ય છે કે અમે સમાજની મદદ કરવા માટે સક્ષમ છીએ.

અમે મ્યુનિખ સ્થિત ભારતીય કોન્સ્યુલેટના બારી છીએ કે તેમણે જર્મનીથી આ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ મેળવવામાં અમારી મદદ કરી. ધીરેધીરે પણ મજબૂત રીતે આપણું રાજ્ય કોરોના વાઈરસને નિયંત્રિત કરવામાં સફળતા મેળવી રહ્યું છે. આવા સમયે એ જરૂરી છે કે વધુને વધુ લોકો વેક્સિનનો ડોઝ લે. એટલે, એક તરફ અમે અમારી ફેક્ટરીના કર્મચારીઓ તથા સેલ્સ સ્ટાફને વેક્સિન આપવા માટે જિલ્લા વહીવટીતંત્રનો સહયોગ ઈચ્છી રહ્યા છીએ તો બીજી તરફ સાણંદમાં મોટાપાયે અસરકારક રસીકરણ કાર્યક્રમ યોજવા માટે વહીવટીતંત્રને શક્ય તમામ મદદ પૂરી પાડવા અમે આતુર છીએ.

 ઉપર જણાવ્યા મુજબની યોજનાઓ ઉપરાંત એચસીસીબી ગુજરાતની અનેક હોસ્પિટલ્સમાં વેન્ટિલેટર્સ, આઈસીયુ બેડ્સ, આઈસીયુ ઈક્વિપમેન્ટ્સ, બાયપેપ મશીન્સ અને અન્ય મેડિકલ ઈમર્જન્સી સંસાધનોનું વિતરણ કરી રહી છે. એચસીસીબીએ ગરીબ અને જરૂરિયાત ધરાવતા લોકોને રેશન કિટનું પણ વિતરણ શરૂ કર્યું છે.

વેક્સિનેશન સેન્ટર્સ અને રાત-દિવસ જોયા વિના સતત કામ કરી રહેલા ફ્રન્ટલાઈન વર્કર્સ જેમ કે નર્સ, હેલ્થ વર્કર્સ, પોલીસ, એમ્બ્યુલન્સ સ્ટાફ, આશા વર્કરો વગેરેને નિઃશુલ્ક પીણાં પણ પૂરા પડાઈ રહ્યા છે. આ ઉપરાંત, કેટલીક હોસ્પિટલ્સમાં કોવિડ કેર વોર્ડમાં, ખાસ કરીને હેલ્થ સ્ટાફ માટે જરૂરિયાત પ્રમાણે જ્યોર્જિયા ટી અને કોફી મશીન પણ લગાવાઈ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.