Western Times News

Gujarati News

હવે કોરોનાએ હિમાલય પર્વતમાં એન્ટ્રી મારી

Files Photo

શિમલા: વિશ્વની સૌથી ઉંચી શિખર એવરેસ્ટ પર પણ કોરોના વાયરસ ફેલાયો છે. પર્વતારોહણ નિષ્ણાતના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા ૧૦૦ પર્વતારોહકો અને સાથીઓ કોવિડ – ૧૯ થી સંક્રમિત છે, જાેકે નેપાળના અધિકારીઓએ તેનો ઇનકાર કર્યો છે. વાયરસના ભયને કારણે ગયા અઠવાડિયે ઓસ્ટ્રિયાના લુકાસ ફર્ટેનબાક તેનું એવરેસ્ટ અભિયાનને રોકવા વાળો એકમાત્ર મોટોપર્વતારોહક હતો. તેમણે શનિવારે કહ્યું હતું કે તેમના વિદેશી ગાઈડ અને છ નેપાળી શેરપા ગાઈડોનું પરીક્ષણ પોઝિટિવ આવ્યું છે.

ફર્ટેનબાકે નેપાળની રાજધાની કાઠમંડુમાં એસોસિએટેડ પ્રેસને કહ્યું, ‘હવે અમે બધા પુષ્ટિ થયેલા કેસો વિશે જાણીએ છીએ. બચાવ ટીમો, વીમા કંપનીઓ, ડોકટરો, પર્વતારોહણમાં સામેલ લોકો દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. મારી પાસે પોઝિટિવ કેસોની સૂચિ છે, તેથી અમે તે સાબિત કરી શકીએ છીએ. ‘ તેમણે કહ્યું, ‘અમારી પાસે આવા ઓછામાં ઓછા ૧૦૦ લોકોની સૂચિ છે જે બેઝ કેમ્પમાં કોવિડ પોઝિટિવ મળી આવ્યા છે. આ સંખ્યા ૧૫૦ અથવા ૨૦૦ ની નજીક હોઈ શકે છે.

ફર્ટેનબાકે જણાવ્યું હતું કે એવરેસ્ટ બેઝ કેમ્પમાં ઘણા કેસ હતા કારણ કે તેમણે પોતે લોકોને માંદા જાેયા હતા અને લોકોને તેમના તંબુમાંથી ખાંસી ખાતા સાંભળ્યા હતા. આ સત્રમાં, કુલ ૪૦૮ વિદેશી આરોહકોને એવરેસ્ટ પર ચઢવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમની સાથે સેંકડો શેરપાઓ અને સાથીઓ પણ છે જે એપ્રિલ મહિનાથી બેઝ કેમ્પમાં રહી રહ્યા છે.

જાેકે નેપાળના પર્વતારોહણ વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓએ, આ સત્રમાં બેઝ કેમ્પમાં આરોહીઓ અને સાથીઓના કોઈ સક્રિય કેસનો ઇનકાર કર્યો છે. રોગચાળાને કારણે ગયા વર્ષે પર્વતારોહણ પર પ્રતિબંધ મૂક્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.