નોકરીની લાલચ આપી રૂપિયા પડાવતી બે યુવતી સહીતની ગેંગ પકડાઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/AAROPI-1024x609.jpg)
છ કેસ સામે આવ્યાઃ ફાયરમેનનો પુત્ર પણ સામેલ
(પ્રતિનિધિ) અમદાવાદ, હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે જેમાં કેટલાય યુવાનો બેકાર બન્યા છે અને નોકરી માટે વલખાં મારી રહયા છે ત્યારે એક અખબારમાં બોડી મસાજ માટે રીક્રુટમેન્ટની જાહેરાત આવી હતી જેના દ્વારા ગઠીયાઓએ હાઈપ્રોફાઈલ લેડીઝ સાથે સેકસ કરીને તેના બદલામાં રૂપિયા કમાવવાની લોભામણી લાલચો આપીને શહેરના કેટલાક યુવાનો પાસેથી રૂપિયા ખંખેર્યા હતા આ ઘટનાઓની ફરીયાદો નોંધાતા સક્રીય થયેલી સાઈબર ક્રાઈમ પોલીસે બે યુવતી સહીત કુલ આઠ શખ્સોને ઝડપી લીધા છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના એક અખબારમાં બોડી મસાજની આડમાં મહીલાઓ સાથે સેક્સ કરીને રૂપિયા કમાવવાની લાલચ આપી એડ આપવામાં આવી હતી જેના પગલે કેટલાંક યુવાનોએ ફોન કરતા તેમને ૮પ૦૦થી રપ,પ૦૦ સુધીના ચાર પ્લાન આપીને રૂપિયા પડાવવામાં આવ્યા હતા
જેના પગલે છેતરપીંડીનો ભોગ બનેલા યુવકોએ પોલીસ ફરીયાદ કરતા શહેર સાયબર ક્રાઈમ પોલીસે સહદેવસિંહ ગણપતસિંહ જાડેજા (ગણેશ જેનેસીસ, જગતપુર) તથા રાહુલ બારીયા (જમાલપુર ફાયર સ્ટેશન સ્ટાફ કવાર્ટસ)ને ઝડપી લીધા હતા અને તપાસ કરતા તેમના અન્ય સાગરીતો પણ પકડાયા હતા જેમાં અનુરાધા અરુણ નાગલે (સીટીએમ), પ્રિયા નલીનકાંત અગ્રવાલ (ઓમ શાંતિ બંગ્લોઝ, વટવા) તારૂલ અશોક સુબોધ (ખોખરા), હર્ષ ભરત જાેશી (રૂષીકેશનગર, મણીનગર), દાનીશ શરીફ ખાન પઠાણ (ગોમતીપુર)
તથા અલ્લારખા ઈસ્માઈલ શેખ (જનતાનગર પાણીની ટાંકી, રામોલ) સામેલ છે. જેમાં અનુરાધા તથા પ્રિયા કાવ્યા મોદી નામની મહીલા ગ્રાહક બની યુવકો સાથે વાત કરતી હતી સહદેવે તારુલ તથા હર્ષની મદદથી કેતન અંબાલાલ પટેલનું ખોટું આધારકાર્ડ બનાવ્યુ હતું જયારે દાનીશ કેતન તરીકે તથા અલ્લારખાં હિતેશ રાજકુમાર ઓઝા તરીકેની ઓળખ આપી બેંકમાં ખોટા ખાતા ખોલાવ્યા હતા.