કોરોના ટેસ્ટના ડરથી રેલવે સ્ટેશનથી ૪૦૦ મુસાફર ભાગ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/06/railway-1024x683.jpg)
દિસપુર, એક તરફ જ્યાં દેશમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કેન્ર્સ્ અને રાજ્ય સરકારો પોતાના સ્તર પર તમામ પ્રયાસ કરી રહ્યાં છે તો બીજી તરફ કેટલીક બેદરકારીઓને કારણે સંકટ વધુ ઊભું થતું હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરનો મામલો પૂર્વોત્તરના આસામ રાજ્યનો છે.
મામલો ગુવાહાટીથી લગભગ ૬૦ કિલોમીટર દૂર સ્થિત જગી રોડ સ્ટેશનનો છે. અહીં કોવિડ ટેસ્ટથી બચવા માટે ઓછામાં ઓછા ૪૦૦ લોકો ભાગી છૂટ્યા અને કોરોના માટે અનિવાર્ય તપાસમાં હિસ્સો ન લીધો. હવે આ મામલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મહિલાઓ અને બાળકો સહિત મોટાભાગના પ્રવાસી શ્રમિકોએ કન્યાકુમારી-ડિબ્રૂગઢ વિવેક એક્સપ્રેસથી મુસાફરી કરી હતી. આ ટ્રેન તમિલનાડુના કન્યાકુમારીથી રવાના થઈ હતી અને પાંચ દિવસમાં કેરળ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના રસ્તે આસામ પહોંચી. નોંધનીય છે કે, તમામ ટ્રેન મુસાફરોને આગમન પર કોવિડ તપાસ અનિવાર્ય કરી દેવામાં આવી છે. આવો જ એક મામલો ગત મહિને બિહારમા સામે આવ્યો હતો.