પ્રેમિકાએ પ્રેમીને અન્ય યુવતી સાથે પકડ્યોઃ યુવકની ધરપકડ

Files Photo
રિલેશનશિપમાં રહેલી યુવતીએ વીડિયો કોલમાં રૂમની ડિઝાઇન જાેઈ પારખી લીધું હતું કે તે જ રૂમમાં તેનો પ્રેમી છે
અમદાવાદ, રિલેશનશિપમાં રહેલી યુવતી સાથે એક યુવક જે હોટલમાં જતો હતો તે જ હોટલના રૂમમાં વધુ એક પ્રેમિકાને લઈને રંગરેલીયા મનાવતા આ પ્રેમીનો ભાંડો ફૂટી ગયો હતો. રિલેશનશિપમાં રહેલી યુવતીએ વીડિયો કોલમાં રૂમની ડિઝાઇન જાેઈને પારખી લીધું હતું કે તે જ રૂમમાં તેનો પ્રેમી છે જ્યાં તે બને જતા હતા.
વડોદરાથી આવીને રેડ કરતા જ આ પ્લે બોય એવા આરોપીને ઝડપી મહિલાએ પોલીસ હવાલે કર્યો હતો. મહિલાએ લગ્નની લાલચો આપી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. એક કરતા વધુ યુવતીઓ સાથે અલગ અલગ સમયે જલસા કરવા ગોમતીપુરના એક પ્લેબોયને ભારે પડ્યુ છે.
પોતાની જાતને પ્લેબોય સમજતો યુવક જ્યારે યુવતી સાથે હોટલમાં રંગરંગેલીયા મનાવતો હતો. ત્યારે તેની અન્ય પ્રેમિકાએ બરોડાથી આવીને તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. પ્લેબોયના થોડાક દિવસ પછી આ બને યુવતીઓ સિવાયની અન્ય યુવતી સાથે લગ્ન થવાના છે. જ્યારે ગઇકાલે જે યુવતી સાથે ઝડપાયો તે પણ તેની પ્રેમીકા છે.
આ સિવાય અનેક યુવતીઓ સાથે તેના રિલેશન હોવાનું પણ પોલીસ તપાસ કરી રહી છે. બરોડામાં રહેતી એક યુવતીએ ગઇકાલે મણીનગર પોલીસ સ્ટેશનમાં ગોમતીપુર વિસ્તારમાં રહેતા ફજલ ઉર્ફે આરીફખાન પઠાણ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે યુવતી મુળ અમદાવાદની છે અને વર્ષ ૨૦૧૩માં તેના લગ્ન વડોદરામાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પતિ સાથે આ મહિલાએ છુટાછેડા લઇ લીધા હતા.
દિકરીની કસ્ડટી પતિ પાસે હોવાથી તેને મળવા માટે યુવતી વડોદરામાં રહે છે. વર્ષ ૨૦૧૭માં યુવતીનો સંપર્ક ગોમતીપુર વિસ્તારમાં રહેતા ફજલ ઉર્ફે આરીફખાન પઠાણ સાથે થયો હતો. ફજલે યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેને અલગ અલગ હોટલોમાં લઇ જઇને શરીર સંબધ બાંધતો હતો.
ફજલના ઘરની આર્થિક પરિસ્થીતી સારી નહી હોવાના કારણે યુવતી તેને આર્થિક મદદ પણ પુરી પાડતી હતી. ફજલ આ યુવતીને ખોખરા સહિતના અન્ય વિસ્તારોમાં આવેલી હોટલમાં લઇ જતો હતો અને જ્યા તેની સાથે લગ્નની વાત કરીને શરીર સબંધ બાંધતો હતો. ગત વર્ષે યુવતીની માતાને કોરોના થયો હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જેથી યુવતી મણીનગર ખાતેની હોટલમાં રોકાઇ હતી જ્યા ફજલ આવીને સબન્ધ બાંધતો હતો. યુવતી બાદમાં વડોદરા જતી રહી હતી.
ત્રણેક મહિનાથી ફજલ અન્ય યુવતીઓ સાથે સંબધ રાખતો હોવાની શંકા યુવતીને થઈ હતી. યુવતીએ ગઈકાલે આ ફજલ ને વિડીયો કોલ કર્યા તો તેને એક વાર ઉપાડ્યો ત્યારે જે રૂમની છત જાેઈએ તે જ રૂમમાં આ યુવતી સાથે તે આવતો હોવાનું તેને લાગ્યું હતું. જેથી તાત્કાલિક આ યુવતી વડોદરાથી અમદાવાદ આવી હતી અને મણિનગર ની આ હોટલમાં રેડ પાડી ફજલ નો ભાંડો ફોડયો હતો.
આ સમયે આરોપી એક યુવતી સાથે રંગરેલીયા મનાવતો હતો. યુવતીએ પોલીસ સમક્ષ જણાવ્યું છે કે આરોપીએ તેની સાથે સબંધ રાખ્યા અને હોટલમાંથી પકડાયો તેની સાથે પણ સબન્ધ રાખ્યા હતા અને અન્ય કોઈ એક યુવતી સાથે આવનાર દિવસોમાં તે લગ્ન કરવાનો હતો. હાલ પોલીસે વડોદરાની યુવતીની બળાત્કાર ની ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે. જાેકે આરોપી હોટલમાં કોઈ યુવતીને લઈને જતો ત્યારે માદક દ્રવ્યો નું સેવન કરતો હોવાની વાત પોલીસને મળતા પોલીસે તે બાબતે તપાસ હાથ ધરી છે.