ક્રિકેટર મોહમ્મદ સમી વિરૂદ્ધ ધરપકડ વોરંટ જારી
ક્રિકેટર મોહમ્મદ સમી વિરૂદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું છે. ખરેખર સમી વિરૂદ્ધ ઘરેલું હિંસાનો મામલો નોંધાયેલો છે. તમને જણાવી દઇએ કે, વર્ષ 2018માં મોહમ્મદ સમી પર તેની પત્ની હસીન જહાંએ મારપીટ, બળાત્કાર અને હત્યાની કોશિશ અને ઘરેલુ હિંસા જેવા ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. હસીન જહાંએ સમી વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરાવી છે. સમીના છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.