વિઆન પોતાની નાની બહેન સમિષાનું ખૂબ ધ્યાન રાખે છે
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. હાલમાં જ શિલ્પા શેટ્ટીએ દીકરા વિઆન અને દીકરી સમિષાનો એક સુંદર વિડીયો શેર કર્યો છે. જેમાં બંને ભાઈ-બહેન નારિયેળ પાણી પીવાની સાથે વાતો કરી રહ્યા છે. સમિષા અને વિઆનનો આ વિડીયો ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. વિડીયોમાં જાેઈ શકો છો કે, વિઆન નારિયેળ પાણી પી રહ્યો છે અને સમિષા ભાઈ પાસે તે પીવાની જિદ્દી કરી રહી છે. વિઆન સમિષાને પૂછે છે કે, તેને શું જાેઈએ છે? ત્યારે સમિષા સ્ટ્રો ખેંચવાનો પ્રયાસ કરે છે. પછી મસ્તીમાં વિઆન સમિષાને કહે છે કે તેને નથી ઓળખતો.
જાેકે, નાનકડી સમિષાનું તો બધું જ ધ્યાન નારિયેળ પાણી પર હોય છે. ત્યારે વિઆન એક ઘૂંટડો ભરીને પછી સ્ટ્રોના નીચેના ભાગેથી સમિષાને નારિયેળ પાણી ચટાડે છે. વિડીયોમાં પાછળ શિલ્પા શેટ્ટીનો અવાજ પણ સંભળાય છે જે કહે છે, શેરિંગ ઈઝ કેરિંગ. શિલ્પાએ આજે બ્રધર્સ ડેના દિવસે આ વિડીયો શેર કરતાં લખ્યું, જ્યારે નાનું ભાઈ કે બહેન હોય ત્યારે મોટું બાળક આપમેળે જ જવાબદાર, પરિપક્વ બની જાય છે અને તેનામાં સુરક્ષા પૂરી પાડવાની લાગણી જન્મે છે. હું મોટી થઈ પછી મને રાખી ભાઈઓ (સગો નહીં પણ બનાવેલો કે માનેલો ભાઈ) મળ્યા હતા. જાેકે, સમિષા નસીબદાર છે
તેની પાસે સગો ભાઈ છે. આ દ્રશ્ય જાેઈને મારું દિલ પીગળી રહ્યું છે. અમૂલ્ય છે. હેપી બ્રધર્સ ડે. જણાવી દઈએ કે, શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાના દીકરા વિઆનનો જન્મ ૨૦૧૨માં થયો હતો. હાલમાં જ કપલે વિઆનનો ૯મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તો શિલ્પા અને રાજની દીકરી સમિષા ૨૦૨૦માં સરોગસી દ્વારા જન્મી છે.
આ મહિનાની શરૂઆતમાં શિલ્પા શેટ્ટીએ જણાવ્યું હતું કે, સમિષા અને વિઆન સહિત તેનો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. સદ્નસીબે શિલ્પાનો કોરોના રિપોર્ટ નેગેટિવ હતો. હવે, શિલ્પાના પરિવારના બધા જ સભ્યો કોરોના મુક્ત થયા છે ત્યારે તેણે ઘર સેનિટાઈઝ કરાવ્યું હતું. જેની ઝલક એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.