Western Times News

Gujarati News

પ્રિયંકા બિલબોર્ડ મ્યૂઝિક અવોર્ડના રેડ કાર્પેટ પર છવાઈ

અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ ફેન્સને પોતાની જ્વેલરીની ઝલક આપતી તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી

મુંબઈ: મ્યૂઝિકની દુનિયાનો જાણીતો અવોર્ડ એટલે બિલબોર્ડ મ્યૂઝિક અવોર્ડ. આ અવોર્ડ ફંક્શનના રેડ કાર્પેટ પર ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા જાેનસ છવાઈ ગઈ હતી. બિલબોર્ડ મ્યૂઝિક અવોર્ડમાં પ્રિયંકા ચોપરા હાઈ લેગ સ્લિટવાળા ન્યૂડ શેડના ડ્રેસમાં જાેવા મળી હતી. પ્રિયંકાના આ ડ્રેસમાં લાગેલા ગોલ્ડન રંગના ક્રિસ્ટલ અને ક્રોસેટ બેલ્ટ આઉટફિટની સુંદરતા ઓર વધારતા હતા. પ્રિયંકા ચોપરાએ આ ડ્રેસ સાથે મોંઘી જ્વેલરી પણ પહેરી હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે, પ્રિયંકાએ ૪૦ કેરેટની ડાયમંડ જ્વેલરી પહેરી હતી. પ્રિયંકા ચોપરાએ ફેન્સને પોતાની જ્વેલરીની ઝલક આપતી તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી.

પ્રિયંકાએ પોતાના હાથની તસવીર શેર કરી હતી. જેમાં સાપના મુખવાળું ડાયમંડ જડિત હેન્ડ-કફ જાેવા મળે છે. યુએસ વીકલીના રિપોર્ટ પ્રમાણે, પ્રિયંકાના આ રોઝ ગોલ્ડ બ્રેસલેટનું કુલ વજન ૨૪.૯ કેરેટ છે જ્યારે રોઝ ગોલ્ડ ઈયરિંગ્સનું વજન ૧૪.૧૮ કેરેટ છે. પ્રિયંકાએ પોતાના નખમાં પણ નાના ડાયમંડ્‌સ લગાવ્યા હતા. બિલબોર્ડ મ્યૂઝિક અવોર્ડ્‌સમાં પોતાના અને પતિના લૂકની ઝલક બતાવતી તસવીરો પણ પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પ્રિયંકાનો આઉટફિટ કમાલનો હતો

ત્યારે ગ્રીન સૂટમાં નિક જાેનસનો લૂક પણ આકર્ષક હતો. બિલબોર્ડ મ્યૂઝિક અવોર્ડના રેડ કાર્પેટ પર પ્રિયંકા ચોપરાની કાતિલ અદા જાેવા મળી હતી. રેડ કાર્પેટ પરથી પ્રિયંકાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, નિક જાેનસને સેટ પર ઈજા થઈ હતી જે બાદ પ્રિયંકા પતિ સાથે રહેવા માટે લંડનથી લોસ એન્જેલસ ગઈ હતી. સર્જરી બાદ નિક જાેનસે બિલબોર્ડ મ્યૂઝિક અવોર્ડ હોસ્ટ કર્યા છે ત્યારે પ્રિયંકાએ પતિના વખાણ કરતી પોસ્ટ પણ મૂકી હતી.

પતિને ભેટેલી તસવીર શેર કરતાં પ્રિયંકાએ લખ્યું હતું, પતિના વખાણ કરતી પોસ્ટ ?? કુદરતના આ પ્રવાહને ભાંગેલી પાંસળી પણ રોકી ના શકી. બેબી તારા પર મને ગર્વ છે. તું જે કંઈપણ કરે છે તેના પર ગર્વ છે. કામને લગતી તારી નીતિઓ અને શ્રેષ્ઠ આપવાના તારા પ્રયાસો. તું મને રોજેરોજ પ્રેરણા આપે છે. આજે તે રંગ રાખ્યો છે. હું તને ખૂબ પ્રેમ કરું છું. પ્રિયંકાની આ તસવીર પર માધુરી દીક્ષિત, અનુષ્કા શર્મા અને સોનાલી બેન્દ્રેએ પ્રેમ વરસાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.