૯ થી ૨૨ ફૂટ ની માટીની ઈકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરાઈ
ભરૂચના શ્રીજી યુવક મંડળોમાં જાગૃતા આવી
(પ્રતિનિધી) ભરૂચ, ભરૂચ શહેર અને જીલ્લા માં શિવ પુત્ર ગણેશજી ની સ્થાપના નો દિવસ ભરૂચ શહેર ના શ્રીજી યુવક મંડળો માં અનોખી જાગૃતા જોવા મળી રહી છે.ભરૂચ શહેર માં ઠેર ઠેર ઈકો ફ્રેન્ડલી તથા માટી ની પ્રતિમા ની સ્થાપના કરી અનોખી રીતે શ્રીજી મહોત્સવ ઉજવવાનો પ્રારંભ કર્યો છે.
ગત વર્ષે સુપ્રીમ કોર્ટ ની ગાઈડ લાઈન્સ મુજબ પાવન સલીલા માં નર્મદા નદી માં પ્લાસ્ટર ઓફ પેરિસ ની તથા કોઈપણ પ્રતિમાઓ વિસર્જન ન કરવા ના આદેશ નો કડકાઈ થી પાલન જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો.જેને લઈ ગત વર્ષે નર્મદા નદી માં શ્રીજી ની પ્રતિમાઓ વિસર્જિત ન કરવા દેવા સાથે બે જેટલા જળકુંડો ઉભા કરવામાં આવ્યા હતા.જે જળકુંડો પણ બપોર ના ત્રણ વાગ્યા ના સમય ગાળા માં જ પ્રતિમાઓ થી ઉભરાઈ ઉઠતા શ્રીજી આયોજકો પોતાના શ્રીજી ને ક્યાં વિસર્જન કરવા તે પ્રશ્નો ઉભો થયો હતો.
જો કે ૯ થી ૩૦ ફૂટ ઉંચી તમામ પ્રતિમાઓ ભાડભૂત ખાતે વિસર્જન કરવાની પ્રક્રિયા લગભગ બે દિવસ ચાલી હતી જેને લઈ શ્રીજી યુવક મંડળો ભારે ત્રાહિમામ પોકાર ઉઠ્યા હતા.જે ગત વર્ષે શ્રીજી ની પ્રતિમા ને વિદાય આપવામાં પરેશાન થયેલા શ્રીજી યુવક મંડળો એ આ વર્ષે નાની તથા માટી અને ઈકો ફ્રેન્ડલી પ્રતિમા ની સ્થાપના કરવાનો આગ્રહ રાખ્યો હોય તેમ ભરૂચમાં મોટી માત્રા માં આયોજકો એ માટી અને ઈકો ફ્રેન્ડલી ની પ્રતિમા ની સ્થાપના કરી ગણેશ મહોત્સવ નો આજ થી પ્રારંભ કર્યો હતો.
ભરૂચ શહેર ના શ્રીજી આયોજકો ને ઈકો ફ્રેન્ડલી તથા માટી ની પ્રતિમા ખરીદવા માટે થોડા રૂપિયા વધુ ખર્ચવા પડ્યાં હતા પરંતુ લોકો માં જાગૃતા જોવા મળી રહી છે.ભરૂચ ના શ્રીજી આયોજકો એ સુરત માં મૂર્તિ કારો પાસે માટી ની પ્રતિમાઓ બનાવી હોવાના કારણે શ્રીજી ની પ્રતિમાઓ માં સુંદરતા જોવા મળી રહી છે.ત્યારે હજુ પણ શ્રીજી આયોજકો આવનાર સમય માં પ્લાસ્ટર ઓફ પેરિસ ની પ્રતિમાઓ નો બહિષ્કાર કરી માત્ર ઈકો ફ્રેન્ડલી અને માટી ની પ્રતિમા ની સ્થાપના કરી ગણેશ મહોત્સવ ઉજવે તેવી લોકો માંગ ઉઠાવી રહ્યા છે.*