Western Times News

Gujarati News

અર્થતંત્રને વેગ આપવા માટે અને માર્કેટિંગ ક્ષેત્રમાં મીડિયાના મહત્વને હાઇલાઇટ કરવા માટે AME CON કોનક્લેવનું આયોજન 

અમદાવાદ: મીડિયા વિશ્વમાં વિવિધ કાર્યક્રમો વિશે દરેકને અપડેટેડ રાખવામાં  ખૂબ  નોંધપાત્ર  ભૂમિકા ભજવે છે. પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા  અને વેબ મીડિયાના સંયુક્ત અને સંયોજિત સંકલન થી આ જન સંચાર નું માધ્યમ પૂર્ણ થાય છે. સમગ્ર સમાજ અને તેના  અર્થતંત્રના વિકાસ માટે મીડિયા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આજના સમયમાં મીડિયાના મહત્વ અને તેની ભૂમિકાને સમજવા માટે BH ક્લબ અને SMS PR દ્વારા સંયુક્તપણે ઝૂમ એપ્લિકેશનના પ્લેટફોર્મ પર એક ઓનલાઇન સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

Approach MedIa Pvt. Ltd અને  Pragati Incorporation ના સહયોગથી આયોજિત આ કોંકલેવ AMECONમાં – વિજ્ઞાપન, મીડિયા મેનેજમેન્ટ અને PR અને ઈવેન્ટ્સ ક્ષેત્રના જાણીતા એક્સપર્ટ્સ ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ નિષ્ણાતોએ પોત પોતાના અનુભવો થી પ્રેક્ષકો ને પ્રેરિત કર્યા અને એ ચર્ચા કરી કે કઈ રીતે એક બ્રાન્ડ મીડિયાના માધ્યમ થી વિકસિત થઇ શકે, કેવી રીતે એક બ્રાન્ડ નવીન વિચારો થી આગણ વધી શકે અને કેવી રીતે પોતાના ટાર્ગેટ ગ્રાહક સાથે અસરપૂર્વક રીતે કોમ્યુનીકેટ કરી શકે.

SMS PRના શ્રી સુભોજિત સેને માર્કેટિંગના 4P’sનું મહત્વ અને તે નવા અર્થમાં કેવી રીતે વિકસિત  થયું  છે  તેના  પર ચર્ચા કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે અર્થશાસ્ત્ર અને સંસ્કૃતિઓને વિકસાવવા અને સહાય કરવામાં મીડિયા ખૂબ મહત્વની ભૂમિકા નિભાવે છે.

BH ક્લબ ના શ્રી પરેશ દવેએ કાર્યક્રમમાં હાજર કોર્પોરેટસ, એસ એમ ઈ એન્ટ્રેપ્રેનિયર્સ, કોમ્યુનિકેશન ક્ષેત્રના નિષ્ણાતો અને જર્નાલિઝમ ક્ષેત્રના છાત્રોના અભિવાદન કર્યા અને BH ક્લબ વિષયે બધ્ધાને જાણકારી આપ્યા.

AMECON કોંકલેવ ના નિષ્ણાત વક્તાઓ- શ્રી અશોક અબ્રાહમ (જાહેરાત અને મીડિયા સલાહકાર અને ડિઝાઇન એડ્ડાના સ્થાપક), ડો શશિકાંત ભગત (સિનિયર ફેકલ્ટી NIMCJ), શ્રી સૌરિન બાસુ (સ્થાપક – AVER મીડિયા), શ્રી તપન યાજ્ઞિક (નિર્દેશક – એપ્રોચ મીડિયા) અને શ્રીમતી પ્રતિભા સમર (સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર પ્રગતિ ઇનકોર્પોરેશન) એ તેમના અનુભવો ને પ્રેક્ષકો સાથે શેર કર્યા. તદુપરાંત Happy Living Imperiaના ડૉ, હની તલરેજાએ કાર્યક્રમમાં જોડાનાર તમામ ભાગ લેનારાઓને પોતાના ગિફ્ટ કુપન આપ્યા હતા.

હાલના સમયમાં સમાજમાં મીડિયાની ભૂમિકાને લઈને ઘણી ચર્ચાઓ થઈ છે અને મીડિયાની ભૂમિકા તરફ ઘણી આંગળીઓ ચિન્દવામાં આવી છે. આ રોગચાળાને લીધે લોકોએ તેમની કેબલ ચેનલોને ડિસ્કનેક્ટ કરી દીધી છે અને અખબારો પર સબ્સ્ક્રાઇબ કરવાનું બંધ કર્યું છે.

પણ AME CON નું મુખ્ય હેતુ મીડિયા માટે પોઝિટિવ ઇમેજ તૈયાર કરવાનું હતું. તે આપણી સભાનતા વધારવામાં અને મુદ્દાઓ અને સમસ્યાઓ સામે અવાજ વધારવામાં મદદ કરે છે, સમાજને શિક્ષિત કરવામાં મદદ કરે છે, દુનિયાભર ના ઘટનાઓના જીવંત પ્રસારણ કરે અને સૌથી અગત્યનું છે કે માર્કેટિંગ અને કોમ્યુનિકેશનના દુનિયામાં મીડિયા આજે એક સૌથી અગત્યનું માધ્યમ છે જેને આપ સૌ નકારી ના શકીયે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.