Western Times News

Gujarati News

ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનો રેલવે કર્મચારીઓને ગર્વ

 પશ્ચિમ રેલવેની ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનો રેલવે કર્મચારીઓને ગર્વ

હાલના મહામારીના સંદર્ભમાં મેડિકલ ઓક્સિજન ની અછત છે ત્યારે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના હાપા સ્ટેશનથી દેશભરમાં વિવિધ રાજ્યોમાં ઓક્સિજન ટ્રેનો ચલાવવાના ભારતીય રેલવેના પ્રયાસોને વેગ આપતા લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO)ના પરિવહન માટે સતત ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન થી ઓક્સિજન એક્સપ્રેસ ચલાવતા રેલવે કર્મચારીઓએ તેમના યાદગાર અનુભવો વિશે વાત કરી હતી.

જામનગરમાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે તૈનાત શ્રી વિષ્ણુ કુમાર શર્માએ જણાવ્યું હતું કે, કોરોના સમયગાળા દરમિયાન કટોકટીના સમયે ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવામાં સામેલ કોઈપણ સ્ટાફને જ્યારે પણ ફરજ પર હોય ત્યારે તમામ રેલવે કર્મચારીઓનો સંપૂર્ણ ટેકો મળી રહ્યો છે

અને બધા ટીમની જેમ ખંતપૂર્વક કામ કરી રહ્યા છે. તેમના મતે મોડી રાત્રે પણ જો કોઈ ટેકનિકલ સમસ્યા કે મુશ્કેલી હોય તો ડિવિઝનના અધિકારીઓ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન અને સહકાર આપવામાં આવી રહ્યો છે.

હાપા સ્ટેશનના સ્ટેશન મેનેજર શ્રી અજય પાલધીકરે જણાવ્યું હતું કે, હાલમાં રેલવે દ્વારા અન્ય પેસેન્જર અને ગુડ્સ ટ્રેનો સાથે ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવામાં આવી રહી છે. તેઓ હંમેશાં ખાતરી કરે છે કે સંબંધિત સ્ટાફ દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનનું લોડિંગ અને અનલોડિંગ સમયસર પૂર્ણ થાય છે. તેમની પ્રાથમિકતા ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન સમયસર થાય અને ટ્રેન કોઈ પણ વિલંબ વિના તેના ગંતવ્ય સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનું છે.

હાપા માં કોમર્શિયલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કુમારી પૂજા ડાંગરે જણાવ્યું હતું કે, રેલવે સતત દેશના અનેક રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો પહોંચાડી રહી છે. જ્યારે પણ હાપા ગુડ્સ શૅડમાંથી ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવામાં આવે છે, ત્યારે તેઓ ગુડ્સ શેડમાં હાજર રહે છે અને વાણિજ્ય વિભાગ સાથે સંબંધિત કાર્યો જેવા કે કોમર્શિયલ પ્લેસમેન્ટ, રિલીઝ, રેલવે રસીદો જનરેટ કરવા વગેરે ની ખાતરી કરે છે.

તેમને આ ચોવીસ કલાક ચાલતા કામમાં વાણિજ્ય વિભાગના અધિકારીઓ અને હાપા ગુડ્સ શેડના સ્ટાફનો સંપૂર્ણ ટેકો મળી રહ્યો છે. રેલવે ઓક્સિજન એક્સપ્રેસમાં જતા ટ્રક ડ્રાઇવરો અને જીઆરપી એસ્કોર્ટિંગ સ્ટાફ માટે ખોરાક પણ પ્રદાન કરી રહી છે.

આવશ્યકતા મુજબ, તે રાજ્ય સરકારના વિવિધ અધિકારીઓ સાથે વાતચીત કરે છે અને ખાતરી કરે છે કે કોઈ પણ સંજોગોમાં ઓક્સિજન એક્સપ્રેસ રવાના થવામાં વિલંબ ન થાય. દેશહિતમાં ઓક્સિજન પ્રદાન કરવા માટે રેલવેના આ મિશનમાં ભાગ લેતા તેઓ ખૂબ ગર્વ અને ખુશી અનુભવે છે.

કેરેજ અને વેગન ડેપો હાપા માં યાંત્રિક વિભાગ માં કાર્યરત સિનિયર સેક્શન એન્જિનિયર શ્રી આર એસ ચંદેલએ જણાવ્યું હતું કે ઓક્સિજન એક્સપ્રેસનું સરળ પરિવહન તેમની પ્રાથમિકતા છે. હાપા નો સ્ટાફ ચોવીસ કલાક મેન્ટનેન્સ માટે તૈયાર રહે છે. તેઓ અને તેમના સાથી સ્ટાફ, જેમ કે હેલ્પર અને ટેકનિશિયન ને ઓક્સિજન એક્સપ્રેસના ટેન્કરમાં માપ, પેકિંગ અને લેસિંગ નું કાર્ય યોગ્ય રીતે કરતા હંમેશા એવી જ લાગણી હોય છે કે તેઓ રેલવે દ્વારા કરવામાં આવી રહેલ આ માનવ સેવાના કામમાં કોઈ ઉણપ રાખવા માંગતા નથી.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ ડિવિઝનના હાપા અને કાનાલુસ સ્ટેશન થી 43 ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા અત્યાર સુધીમાં દેશના જરૂરિયાતમંદ રાજ્યોમાં કુલ 4281.72 ટન લીકવીડ મેડિકલ ઓક્સિજન નું પરિવહન કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.