સન્મુખપ્રિયા ગાતી નથી ચીસો પાડે છે : ટ્રોલર્સ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Shanmukhapriya-1024x768.jpg)
મુંબઈ: ઈન્ડિયન આઈડલ ૧૨ ટેલિવિઝનની દુનિયાના સૌથી પોપ્યુલર શોમાંથી એક છે. તે છેલ્લા કેટલાક દિવસોથી કોઈને કોઈ કારણથી હેડલાઈન્સમાં છવાયેલો રહે છે. પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ સહિતના કન્ટેસ્ટન્ટ્સ તેમના રોકિંગ પર્ફોર્મન્સથી જજ અને દર્શકોના દિલ જીતતા રહે છે. જાે કે, કેટલાક કન્ટેસ્ટન્ટ્સ એવા છે જેમની તેમના હાલના પર્ફોર્મન્સને લઈને ટીકા કરવામાં આવી રહી છે. તેમના પર્ફોર્મન્સથી નાખુશ, ઘણા દર્શકો શોમાંથી કાઢી મૂકવાની માગ કરી રહ્યા છે.
તેમાંથી એક કન્ટેસ્ટન્ટ શન્મુખપ્રિયા પણ છે. શન્મુખપ્રિયા કે જે પોતાના ઘેરા અવાજ માટે જાણીતી છે, તે કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર નફરતનો સામનો કરી રહી છે. લેટેસ્ટ એપિસોડમાં સન્મુખપ્રિયાએ શ્રવણ રાઠોડના સોન્ગ હમકો ર્સિફ તુમસે પ્યાર હૈ પર પર્ફોર્મન્સ આપ્યું હતું. જે બાદ સોશિયલ મીડિયા યૂઝર્સે તેને ટ્રોલ કરી હતી અને શોમાંથી કાઢવાની માગ પણ કરી હતી. હવે એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં સન્મુખપ્રિયાએ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે, મારા કેટલાક શુભચિંતકોએ મને જણાવ્યા બાદ શું થઈ રહ્યું છે તેના વિશે મને ખબર પડી હતી. મેં ચપટી મીઠાની સાથે ટ્રોલ્સને લેવાનો પ્રયાસ કર્યો હતો’.
વધુમાં તેણે ઉમેર્યું કે, માઈકલ જેક્સન જેવા મહાન આર્ટિસ્ટે પણ ટીકાનો સામનો કરવો પડ્યો હતો. સન્મુખપ્રિયાએ કહ્યું કે, તેને ગાવું અને પર્ફોર્મ કરવું ગમે છે. ‘વધુમાં કહું તો આવનારા એપિસોડમાં હું મારી સ્કિલને દેખાડવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ’, તેમ શન્મુખપ્રિયાએ કહ્યું. શન્મુખપ્રિયા સિવાય તેની માતા શ્રીમતી રત્નમાલાની પ્રતિક્રિયા પણ સામે આવી છે.
તેમણે કહ્યું કે, ‘શન્મુખપ્રિયા અલગ ઝોનરમાં ગાવાનો પ્રયાસ કરી રહી છે. જ્યાં સુધી સોન્ગની પસંદગીની વાત છે ત્યારે ઈન્ડિયન આઈડલના કન્ટેસ્ટન્ટ્સ તે ટ્રેક પર પર્ફોર્મ કરે છે જે તેને મેકર્સ દ્વારા આપવામાં આવે છે. ટીકા મેળવ્યા બાદ પણ, સૌથી સારી વાત એ છે કે, દર્શકો તરફથી તેને ડબલ પ્રેમ મળી રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે શન્મુખપ્રિયાને બહાર કાઢવાની માગ ઉઠી હોય, અગાઉ પર દર્શકોએ મહોમ્મદ દાનિશ અને શન્મુખપ્રિયાને બહાર કરવાની માગણી કરી હતી. તેમનું કહેવું હતું કે, દાનિશ અને શન્મુખપ્રિયા ગાતા નથી પરંતુ બૂમો પાડે છે અને બૂમો પા઼ડવાને સિંગિંગ ન કહેવાય’.