Western Times News

Gujarati News

પત્નીએ પતિના બિભત્સ ફોટા વાયરલ કરી દીધા

પત્નીએ સોશિયલ મીડિયા પર ૩ બોગસ એકાઉન્ટ બનાવી પતિના બિભત્સ ફોટોગ્રાફ સાથે મેસેજ લખી પતિને સેન્ડ કર્યા

સુરત: સુરતના ભટાર રોડ પરનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રિસાયેલી પત્નીએ એવુ કારસ્તાન કર્યું કે પતિ ક્યાંય મોઢું બતાવવાને લાયક ન રહ્યો. માત્ર ૨૯ વર્ષની પત્નીએ પતિના બિભત્સ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા. જે જાણ્યા બાદ પતિ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના ભટાર રોડ પર રહેતા અમિત (નામ બદલ્યું છે)ની ઉંમર ૩૦ વર્ષ છે. તે રિંગરોડ માર્કેટમાં કાપડનો ધંધો ધરાવે છે. પાંચ વર્ષ પહેલા તેના લગ્ન રિંકુ ખત્રી નામની યુવતી સાથે થયા હતા.

લગ્નના થોડા સમય બાદ બંને વચ્ચે અણબનાવ ચાલતો હતો. જેને કારણે બંને વચ્ચે સતત ઝઘડા ચાલતા હતા. આ કારણે રિંકુ ત્રણ વર્ષથી પિયરમાં રહેતી હતી. સતત ઝઘડાને કારણે લગ્નજીવન છૂટાછેટા સુધી પહોંચી ગયુ હતું. પરંતુ આ વચ્ચે રિંકુએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા અને પતિને સબક શીખવાડવા તેના બિભત્સ ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા.

પત્નીએ સોશિયલ મીડિયા પર ૩ બોગસ એકાઉન્ટ બનાવી પતિના બિભત્સ ફોટોગ્રાફ સાથે મેસેજ લખી પતિને સેન્ડ કર્યા હતા. પતિ ફોટોગ્રાફ અને મેસેજ જાેઇ ચોંક્યો હતો. ત્યારે તેણે આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી ત્યારે પત્ની સામે શંકા વ્યક્ત કરી હતી. સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે, ત્રણેય બોગસ એકાઉન્ટો બીજાના નામે બનાવ્યા હતા.

જેમાં રાજા નામથી એકાઉન્ટ બનાવી પતિના ફોટોગ્રાફ અને મેસેજ ખુદ પતિને મોકલ્યા હતા. એવી જ રીતે દિક્ષીત અને હિતાંશ નામથી બોગસ એકાઉન્ટ બનાવી મેસેજ અને ફોટોગ્રાફ વેપારીને મોકલ્યા હતા. બિભત્સ ફોટોગ્રાફ વેપારીને મોકલી તેને સોશિયલ મીડિયા પર મોકલી દેવાની ધમકી પણ આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.