આગામી ફિલ્મમાં રણવીર સિંહ રાવણના પાત્રમાં જાેવા મળશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/ranveer_singh_as_ravan.jpg)
મુંબઇ: કોરોના મહામારીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું કામ ઠપ કરી નાખ્યું છે. પરંતુ ફિલ્મ નિર્માતાઓ હજી પણ હિંમત હાર્યા નથી. તેઓ પોતપોતાની રીતે પોતાના આવનારા પ્રોજેક્ટની યોજનાઓ બનાવ્યા કરે છે. જેમાં સીતા નામની ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મને બાહુબલી ફિલ્મના લેખક અને એસએસ રાજમૌલીના પિતા કેવી વિજયેન્દ્ર પ્રસાદે લખી છે.
આ ફિલ્મની સ્ટારકાસ્ટ સાથેની એક વાત જાણવા મળી છે.
સૂત્રની વાત સાચી માનીએ તો ફિલ્મ સીતામાં રણવીર સિંહ રાવણના નેગેટિવ પાત્રમાં જાેવા મળવાનો છે. ફિલ્મમેકર્સની ઇચ્છા છે કે રણવીર જ આ પાત્ર ભજવે તેથી તેમણે રણવીરનો સંપર્ક સાધ્યો છે. રણવીરે અગાઉ પદમાવતમાં ખિલજીનો રોલ કર્યો હતો.
આ ફિલ્મમાં સીતાના પાત્ર માટે કરીના કપૂર અને આલિયા ભટ્ટના નામ ચર્ચામાં છે. કહેવાય છે કે, ફિલ્મમેકર્સને કરીનાને લેવામાં વધુ રસ છે. જિાે આમ થશે તો કરીના અને રણવીર પ્રથમ વખત રૂપેરી પડદે સાથે કામ કરતા જાેવા મળશે. ઉલ્લેખનીય છે કે, રણવીર અન ેઆલિયાની જાેડી ફિલ્મ ગલીબોયમાં જાેવા મળી હતી. આ જાેડીને દર્શકોએ પસંદ પણ કરી હતી. જાેકે હવે મનોરંજન ઇનડ્સ્ટ્રીમાં રૂપેરી પડદે નવી નવી જાેડીઓ બનાવાનો ટ્રેન્ડ શરૂ થયો છે.