મહારાષ્ટ્રમાં કોરોનાના લીધે અત્યાર સુધી ૯૦ હજારથી વધુનાં મોત
મુંબઇ: કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ રહી છે પરતું હવે દેશમાં કોરોનાના નવા કેસોમાં નોધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે કોરનાના રિકવરી કેસો વધી રહ્યા છે.મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૪,૧૩૬ કેસો મળી આવ્યા છે અને૬૦૧ લોકોના મોત થયાં છે.
દેશમાં છેલ્લા ૨૦ દિવસથી કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યા છે
રિકવરીના કેસોમાં વધારો નોંધાયો છે. મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં ઘટોડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૪૧૩૬ કેસો સામે આવ્યા છે.રાજ્યમાં કુલ સંક્રમણના કેસો ૫૨,૧૮૭૬૮ થયા છે. અકટિવ કેસોની સંખ્યા ૩,૧૪,૩૬૮ છે.આ દર્દીઓની સારવાર હોસ્પિટલ અને ઘરમાં થઇ રહી છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૦૧નાં મોત થયાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા કુલ ૯૦,૩૪૯ થઇ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ જડબેસલાક છે જેના લીધે કોરોના કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. કોરોનાના કેસો સામે રિકવરીના કેસો વધી રહ્યો છે.