Western Times News

Gujarati News

7 કલાકની ઊંઘ લીધા પછીય થાક ન ઉતરે તો ઈમ્યુન સિસ્ટમ નબળી

પ્રતિકાત્મક

તમારા શરીરમાં વિટામિન ડી બરાબર જાળવી રાખો. એના માટે તમારે રોજ ઓછામાં ઓછું એક ગ્લાસ દૂધ પીવાનું રહેેશે. એમાં હળદર નાંખીને પીઓ તો વધુ સારું. ઈમ્યુનિટી તમારા શરીરમાં કેટલું વિટામિન ડી છે એની ઉપર જ આધાર રાખે છે.

આપણે ઈમ્યુન સિસ્ટમ મજબૂત અને ખડતલ છે કે નબળી થઈ છે, એ જાતે ચેક કરવાના લક્ષણો તપાસી રહ્યા છીએ. આ લક્ષણો જણાય તો ઈમ્યુન સિસ્ટમ નબળી માનવી. જાેકે એમાં ડરવાની વાત નથી. બે-ત્રણ નાનકડા સુધારાથી તે ફરીથી મજબૂત થઈ જશે. Feeling fatigue after 7 hours of sleep, the immune system is weakened

બહેનો, આપણે તમારી ઈમ્યુનિટી કેટલી મજબુત છે એ જાતે તપાસવાના લક્ષણોની વાત કરી રહ્યા છીએ. આગળ વાત કરતાં પહેલાં એક વાત સમજી લઈએ માનો કે અહીં જેની ચર્ચા કરી એમાંથી કોઈ લક્ષણ તમારામાં છે જે સાબિત કરે છે કે તમારી ઈમ્યુન સિસ્ટમ નબળી છે. તો એમાં ગભરાવાની જરાય વાત નથી. ઈમ્યુન સિસ્ટમ નબળી છે એ જાણીએ જ નહીં અને કોઈ મોટા રોગનો ભોગ બની જઈએ અથવા ગંભીર સ્થિતિમાં પહોંચી જઈએ એને બદલે સમયસર ઈમ્યુન સિસ્ટમની સાચી હકીકત જાણી લઈએ તો અત્યારથી જ એનો ઈલાજ કરી શકાય.

જાે તમને વારંવાર શરદી અને સળેખમ થઈ જાય તો એને તમારી નબળી ઈમ્યુનિટીનું લક્ષણ માની લેવું. જુકામ પ્રચલિત શબ્દ છે, પરંતુ હિન્દી ભાષાનો શબ્દ છે. તેને ગુજરાતીમાં આપણે સળેખમ કહીએ છીએ. દરેક વયસ્ક પુરુષને ચાર વખત અને મહિલાને વર્ષમાં ત્રણ વખત શરદી- સળેખમ થઈ જાય એ સામાન્ય વાત છે.

વર્ષમાં ત્રણ ઋતુસંધિકાળ આવે છે જયારે એક ઋતુ જઈ રહી હોય અને બીજી ઋતુ આવી રહી હોય. આ દિવસોમાં કુદરતી રીતે આપણા બધાની ઈમ્યુનિટી નબળી પડે છે અને હવામાં શરદીના વાઈરસ પૂરબહારમાં હોય છે. એટલે લગભગ દરેક સ્ત્રી- પુરુષને વર્ષમાં ત્રણ વખત શરદી- સળેખમ થઈ જાય છે.

શરદી અને સળેખમ માટે ખૂબ જ પ્રચલિત કહેવત છે. જાે એનો ઈલાજ કરાવો તો એ સાત દિવસમાં મટશે અને ન કરાવો તો અઠવાડિયામાં મટી જશે. અર્થાત એનો ઈલાજ કરાવો કે ન કરાવો સાત-આઠ દિવસમાં એ આપોઆપ મટી જાય છે. શરદી માટે બીજી કહેવત છે કે શરદીથી કોઈ દવા નથી. એ તો આપણું શરીર આપોઆપ મટાડી દે છે.

દવા શરદીના લક્ષણો આપણને વધારે પજવે નહી એની જ આપવામાં આવે છે. તે તાવ કાબૂમાં રાખે છે. છીંક કાબૂમાં રાખે છે, ઉધરસ કાબૂમાં રાખે છે. માનો કે શરદીની દવા લીધા વગર શરદી- સળેખમ ન મટે કે વર્ષમાં ત્રણથી વધારે વખત શરદી થઈ જાય છે અથવા બારેય મહિના શરદી રહે છે તો તમારે ખાતરીથી માની લેવું કે તમારી ઈમ્યુનિટી નબળી થઈ ગઈ છે.

આપણે અગાઉ વાત કરી ગયા છીએ કે રોજની સાતથી આઠ કલાકની ઉંઘ તંદુરસ્ત રહેવા માટે અને મન દુરસ્ત રાખવા માટે અનિવાર્ય છે. ઉંઘમાં જ આપણા મન અને મગજનું સમારકામ થાય છે. પછી જયારે ઉઠીએ તો આપણે તાજગી સાથે નવો દિવસ શરૂ કરવા ઉત્સાહઅને શક્તિથી થનગનતા બની જઈએ છીએ.

માનો કે તમે રોજ ઓછામાં ઓછા સાત કલાકની ઉંઘ લો છો તેમ છતાં તમને તાજગી નથી વર્તાતી. ઉંઘ લઈને ઉઠયા પછીય થાકનો અનુભવ થાય છે. આ પછી થાક આખો દિવસ ઉતરતો જ નથી. આવું કોઈ કોઈ વખત થાય તો એનું કારણ વધારે પડતું કામ, કોઈ ટેન્શન કે પછી તમારા માસિક સ્ત્રાવના દિવસો હોઈ શકે, પરંતુ આવું કાયમી ધોરણે રોજેરોજ અથવા અઠવાડિયામાં ચાર દિવસ થતું હોય તો પણ ખાતરીથી માનવું કે તમાીર ઈમ્યુન સિસ્ટમ નબળી છે.

માનો કે તમને શાક કાપતાં કાપતાં છરી અથવા ચપ્પાની ધાર આંગળી પર વાગી ગઈ અને કાપો પડી ગયો. સાધારણ લોહી નીકળી આવ્યું તો તમે હળદર લગાવી દો પછી થોડાક કલાક બેન્ડએઈડ પટ્ટી લગાવી રાખો તો એ ઘા મટવાની શરૂઆત થઈ જશે.

તમે પડી જાવ, તમારો હાથ કે પગ ક્યાંય ઘસાઈ જાય અને શરીરે ઘા અથવા ઘસરકો પડી જાય તો એને પણ બેન્ડએઈડ લગાવી દો અથવા હળદર લગાવી દો તો આપોઆપ મટવા લાગશે. એના માટે કોઈ ખાસ દવાની જરૂર પડતી નથી. ચારેક દિવસમાં તો એનું નિશાન જ રહે છે. ઘા મટી ગયો હોય છે. જાે ઘા ચાર-પાંચ દિવસમાં મટતો ન હોય તો એ પણ નબળી ઈમ્યુન સિસ્ટમનો સંકેત હોય છે. ઈમ્યુન સિસ્ટમ નબળી હોય તો નવી ચામડી વહેલી બનતી નથી. તેથી ઘા મટવામાં આઠ-દસ દિવસ લાગી જાય છે.

માનો કે આમાંનું કોઈ એક અથવા અનેક લક્ષણો જણાય છે. તમારી ઈમ્યુન સિસ્ટમ નબળી છે એની ખાતરી પાકી થઈ ગઈ. તો ? હવે શું કરવું ? ઈમ્યુન સિસ્ટમ મજબુત બનાવનાર દવાઓ લઈ આવવી ?

ઈમ્યુન સિસ્ટમ મજબુત બનાવવા માટે કંઈ બહુ અટપટું અને ગંભીર કામ કરવાની કે દવાઓ ખાવાની જરૂર નથી. માત્ર ત્રણ બાબતો પર ધ્યાન આપો. તમારા શરીરમાં વિટામિન ડી બરાબર જાળવી રાખો. એના માટે તમારે રોજ ઓછામાં ઓછું એક ગ્લાસ દૂધ પીવાનું રહેેશે. એમાં હળદર નાંખીને પીઓ તો વધુ સારું. ઈમ્યુનિટી તમારા શરીરમાં કેટલું વિટામિન ડી છે એની ઉપર જ આધાર રાખે છે.

વિટામિન ડી જાળવી રાખવા માટે રોજેરોજ ઓછામાં ઓછો અડધો કલાક તડકો ખાવો પણ જરૂરી છે. ઈમ્યુનિટી વધારવાનો આ સૌથી સરળ, સસ્તો અને કુદરતી ઉપાય છે. જાે સરળતા ન ગમતી હોય તો ડોકટર પાસે જાવ, એ તમને વિટામિન ડીની અઠવાડિયે એક વખત ખાવાની ગોળીઓ લખી આપશે. એ ગોળીઓ એકાદ વર્ષ ખાવાથી પણ વિટામિન ડી વધશે.

ઈમ્યુનિટી મજબુત બનાવવાનો બીજાે સરળ ઉપાય છે. ઉંડા શ્વાસ લેવાનો. એ માટે પ્રાણાયામ કરવા શ્રેષ્ઠ રહેશે. તો સવારના કુણા તડકામાં અડધો કલાક પ્રાણાયામ કરશો તો શરીરનેઓક્સિજન પૂરેપૂરો મળશે અને વિટામિન ડી પણ મળશે.
ત્રીજું કામ તમારું લિવર તંદુરસ્ત રાખવાનું છે.

લિવર પાચનતંત્રને સરસ રાખે છે. પાચનતંત્ર શરીરને શક્તિ આપે છે. લિવર મજબુત રાખવા માટે વિટામિન સી રોજેરોજ લો. તે માટે લો, એક ગ્લાસ લીંબુપાણી અથવા એક ગ્લાસ નારંગીનો રસ ! બસ ! આ ત્રણ મુદ્દા બરાબર ધ્યાનમાં રાખશો તો ઈમ્યુનિટી મજબુત બની જશે. ખડતલ બની જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.