Western Times News

Gujarati News

કોરોનાથી બાળકોને બચાવવા જરૂરી: બાળકો માટે કોરોનાની કોઈ વેક્સિન ભારતમાં બની નથી

પ્રતિકાત્મક

એવી ઘણી દવાઓ પણ છે, જે બાળકોને આપી શકાય તેમ નથી. આ સ્થિતિમાં બાળકોને લઈ ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે

ભારત દેશમાં સરકારની બેદરકારી અને નાગરિકોની નિષ્ક્રિયતાના કારણે કોરોનાની બીજી લહેરમાં ખુબ જ કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી અને હોસ્પિટલોની બહાર દર્દીઓને લઈ એમ્બ્યુલનસોની લાંબી લાઈનો જાેવા મળી હતી સારવાર અને ઓક્સિજનના અભાવે ભારત દેશમાં અનેક દર્દીના મોત નીપજયા છે જે ખુબ જ ગંભીર બાબત છે

બીજી લહેરમાં સરકારની કામગીરી સામે સવાલો ઉઠયા હતાં ન્યાય વિભાગે પણ કેન્દ્ર અને રાજય સરકારોને મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા સમય પસાર થતાં જ બીજી લહેરમાં હવે કોરોના કાબુમાં આવી રહયો છે પરંતુ ચિંતાજનક બાબત એ છે કે ફરી એક વખત નાગરિકો બેફિકર બનીને બહાર નીકળી રહયા છે અને કોરોનાની ગાઈડ લાઈનનો છંડેચોકે ભંગ કરતા જાેવા મળી રહયા છે

આ ઉપરાંત સરકારે પણ ઢીલાશભરી નીતિ અપનાવી હોય તેવુ ચિત્ર ઉપસી રહયું છે. વૈજ્ઞાનિકોના મત મુજબ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની છે ત્યારે તહેવારોનો સમય હશે જેથી ભારત દેશમાં ખુબ જ સાવચેતી રાખવી જરૂરી છે ત્રીજી લહેરમાં બાળકોને ખુબ જ ખતરો ઉભો થવાનો છે આ ઉપરાંત સગર્ભા મહિલાઓ માટે પણ ચેતવવાની જરૂર છે. આ પરિસ્થિતિમાં બાળકોને સાચવીને રાખવાની જરૂરિયાત ઉભી થઈ છે.

બાળકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે તે જાેવાની જવાબદારી વાલીઓની છે અને ત્રીજી લહેર પૂર્વે જ બાળકોનું સુરક્ષા કવચ બનવાની જવાબદારી વાલીઓ અને સરકારની બની રહેશે. બાળકો માટે વેક્સિનેશનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેનો ટ્રાયલ પણ ટુંક સમયમાં શરૂ થવાનો છે જાેકે બાળકોને રસી મળતા હજુ ઘણો સમય લાગશે તેવુ લાગી રહયું છે

તેથી બાળકોને કોરોનાથી બચાવવા ખુબ જ જરૂરી છે. રાજસ્થાનમાં પરિસ્થિતિ વિકટ જાેવા મળી રહી છે અહિંયા મોટી સંખ્યામાં બાળકો કોરોનામાં સપડાયા છે. આ ઉપરાંત અન્ય કેટલાક રાજયોમાં પણ બાળકો કોરોનામાં સપડાઈ રહયા છે તેથી આવનારી પરિસ્થિતિમાં બાળકોને બચાવવા ખુબ જ જરૂરી છે.

ભારતમાં કોરોના વાઈરસની બીજી લહેરે તબાહી મચાવી દીધી છે. આ વખતે કોવિડ-૧૯ની ઝપટમાં બાળકો પણ આવી રહ્યાં છે. ત્રીજી લહેરનાખતરાએ લોકોને વધુને વધુ ડરાવી દીધા છે. એ નક્કી નથી કે ત્રીજી લહેર ક્યારે આવશે અને એ પણ જાણનથી કે તે કેટલી ખતરનાક હશે. અલગ અલગ અનુમાન સામે આવી રહ્યાં છેે. એવું કહેવાય છે કે ત્રીજી લહેર બાળકોને સૌથી વધુ પ્રભાવિત કરશે.

સૌથી વધુ િંચંતા એ વાતની છે કે બાળકો માટે કોરોનાની કોઈ વેક્સિન ભારતમાં બની નથી, આ ઉપરાંત એવી ઘણી દવાઓ પણ છે, જે બાળકોને આપી શકાય તેમ નથી. આ સ્થિતિમાં બાળકોને લઈ ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. આપણે બાળકો માટે સુરક્ષા કવચ બનવું પડશે. અંધકારમાં આશાનાં કેટલાંક કિરણો પણ દેખાય છે.

અમેરિકી એન્ડ ફૂડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને ફ્રાઈઝર બાયોટેકની કોરોના વાઈરસ વેક્સિનને ૧ર વર્ષ કે તેનાથી ઉપરનાં બાળકોને લગાવવાની પરમિશન આપી દીધી છે. પેરન્ટ્‌સના મનમાં કેટલાય સવાલો ઉઠી રહ્યાં છે કે આ વેક્સિન કેટલી અસરકારક છે અને મોટાંની વેક્સિન કરતાં કેવી રીતે અલગ છે. ભાત માટે આ ચિંતાની વાત એટલે છે, કેમ કે અહીં ૧ર વર્ષથી નાનાં બાળકોની વસ્તી મોટા પ્રમાણમાં છે.

દેશમાં ૧ર વર્ષથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યા કમસે કમ ૧૬.પ કરોડ છે. જાે ત્રીજી લહેરમાં તેમાથી ર૦ ટકા પણ સંક્રમિત થશે અને સંક્રમિતોમાંથી માત્ર પાંચ ટકાને ક્રિટિકલ કેરની જરૂર પડશે તો આપણે ૧.૬પલાખ પીડિયાટ્રિક આઈસીયુ બેડની જરૂર પડશે. આજની સ્થિતિ એ છે કે હોસ્પિટલ દર્દીઓથી ભરાયેલી છે, લોકોને બેડ મળતા નથી.

બાળકો જે કોઈ પણદેશનું ભવિષ્ય હોય છે. તેમને બચાવવા માટે આપણે દરેક બાળકોનાં પેરન્ટ્‌સને જેમ બને તેમ જલદી બન્ને ડોઝ સાથે વેક્સિનેટ કરવાં પડશે. આગામી થોડા મહિનામાં કમસે કમ ૩૦ કરોડ યુવા પેરન્ટ્‌સને વેક્સિન આપવી પડશે. અત્યારે તો દેશમાં વેક્સિનની કમી સ્પષ્ટ દેખાઈ રહી છે.

કેટલાંય રાજ્યમાં વેક્સિન ન હોવાના કારણે વેક્સિન સેન્ટર બંધ છે. વેક્સિનનું ઉત્પાદન સીમિત છે. તેથી સપ્લાય બાધિત થઈ રહ્યો છે. અત્યારે દેશમાં સંક્રમિતોની સંખ્યા સાડા ત્રણ લાખથી ચાર લાખની વચ્ચે નોંધાઈ છે તો વેક્સિનેશનમાં તેજી લાવવા તેની માંગ વધી રહી છે.

હાલમાં બે કંપનીઓ દેશમાં વેક્સિન બનાવી રહી છે અને તેમની પણ ઉત્પાદનની કેટલીક મર્યાદાઓ છે. જ્યાં સુધી અલગ અલગ કંપનીઓ વેક્સિન નહીં બનાવે ત્યાં સુધી દેશની માંગ પૂરી નહીં થઈ શકે. વળી, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ દુનિયાભરમાંથી જ્યાં પણ વેક્સિન ઉપલબ્ધ હોય ત્યાંથી વેક્સિન મેળવવાના પ્રયાસો કરવા જાેઈએ.

જાે પેરન્ટ્‌સને વેક્સૃનિ મળી જશે તો જ તેમનાં બાળકો સુરક્ષિત રહી શકશે. બાળકોને કોવિડ આઈસીયુમાં તેમનાં માતા કે પિતા વગર ન છોડી શકાય. તેમની દેખભાળ માત્ર નર્સ ન કરી શકે. આ સ્થિતિને જાેતાંં ભારતમાં નિષ્ણાંતોની ટીમે બે વર્ષથી વધુ ઉમરનાં બાળકો માટે કોરોના વેક્સિનની ટ્રાયલને મંજૂરી આપી દીધી છે.

કમિટીએ ભારત બાયોટેકની વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલની ભલામણ કરી હતી. ભલામણોની વાત માનીએ તો ડ્રગ્સ કન્ટ્રોલ ઓફ ઈન્ડિયાએ તેની ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. આ ટ્રાયલ કેટલાંય શહેરોમાં કરવામાં આવશે. આશા છે કે આપણા વૈજ્ઞાનિકો બાળકો માટે વેક્સિન શોધી લેશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે બાળકો માટે અત્યારથી બેડની વ્યવસ્થા શરૂ કરી દેવી જાેઈએ.

વાલીઓને પણ એ સલાહ છે કે તેઓ પોતાનાં બાળકો માટે સુરક્ષા કવચ બનવાનું કામ કરૂ કરી દે. તચેમણે ડબલ્યુએચઓએ આપેલા નિયમોનું પાલન કરવું પડશે. ૬ થી ૧૧ વર્ષના બાળકોને ફરજિયાત માસ્ક પહેરવું પડશે. બે વર્ષથી નાના બાળકોને પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું મહત્વ સમજાવવું પડશે. વારંવાર હાથ ધોવાની આદત રાખવી પડશે. બાઈકોની ઈમ્યુનિટી વધે તેવું ખવડાવો-પીવડાવો. તેમને ડરાવો નહીં, પરંતુ સાવધાની અંગે જરૂર સમજાવો. જ્યાં સુધી બાળકો માટે વેક્સિન ન આવે ત્યાં સુધી માતા-પિતાએ જ તેમના માટે સુરક્ષા કવચ બનવું પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.