ગામડાઓને વ્યસનમુક્ત બનાવી રહી છે આ મહિલાઓની ગ્રીન ગેંગ
૧ર૦૦ મહિલાઓની આ ગ્રીન ગેંગ જનજાગૃતિ, શિક્ષણ, ગામના વિકાસ માટે કાર્ય કરી રહી છે
કોઈપણ પ્રકારનું વ્યસન અને દારૂની આદત સ્વાસ્થ્ય માટે તો હાનિકારક હોય છે સાથે સાથે તે પરિવારને પણ વેરવિખેર કરી નાખે છે. આ વાત જાણતા હોવા છતાં શહેર અને ગામડાની યુવાપેઢીમાં આ કુટેવ જાેવા મળે છે. વ્યસનને રોકવા તથા જાગ્રતતા ફેલાવવા માટે સમાજ અને સરકાર દ્વારા અનેક કાર્યક્રમો યોજાય છે, Women from Green Gang warning men against alcoholism, domestic violence
પરંતુ તેનું જાેઈએ એવું પરિણામ મળી શકતું નથી. તેનું કારણ એ પણ છે કે જે તે વ્યક્તિ જાગ્રત ન હોય કે પોતે જ આમાંથી બહાર આવવા માંગતી નથી. તેવામાં લીલા રંગની સાડી પહેરીને ટોળામાં ચાલતી ગ્રીન ગ્રૃપની મહિલાઓએ વ્યસનમુક્ત કરવાની જવાબદારી ઉઠાવી છે.
આ ગેંગની ખાસ વાત એ છે કે, અત્યાર સુધી જે મહિલાઓ નશાના કારણે ઘરેલુ હિંસા સહન કરી રહી હતી, તે જ મહિલાઓ આજે ગામેગામ જઈને નશામુક્તિનો પ્રયાસ કરી રહી છે. પોલીસે પણ આ મહિલાઓને પોલીસની મિત્ર ગણાવી છે. આ મહિલાઓ અત્યાર સુધી દારૂનું ઉત્પાદન, જુગારના અડ્ડા બંધ કરાવી ચુકી છે. તેઓએ ગામની હોસ્પિટલોમાં પણ હેલ્થ વર્કરની માંગ કરી અને હવે ત્યાં હેલ્થ વર્કર હાજર રહેવા લાગ્યા છે.
જાે કોઈ ગામમાં જુગાર રમતા હોય કે દારૂ પીને ઘરેલુ હિંસા કરે તો આ ગ્રીન ગેંગ ત્યાં પહોંચી જાય છે. પહેલાં ત્યાં પહોંચીને શાંતિ અને પ્રેમથી સમજાવવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ જાે વ્યક્તિ ન સમજે તો તેના વિરુદ્ધ એકશન લે છે. એટલું જ નહીં. આ મહિલાઓએ દિલ્હી વીજ મંત્રાલયના મંત્રી સાથે વાત કરીને ગામમાં વીજળી પણ પહોંચતી કરી છે. આ મહિલાઓ અઠવાડિયામાં એક વાર આખા ગામની સફરે નીકળે છે અને ગામની સ્થિતિ વિશે જાણકારી મેળવે છે.
ગ્રીન ગેંગના પાંચ ગ્રૃપ ૧પ૦ ગામમાં કામ કરી રહ્યાં છે જેની સાથે લગભગ ૧ર૦૦ મહિલાઓ જાેડાયેલી રહે છે. ગ્રીન ગ્રુપ એક ચેન્જમેકરની ભુમિકા નિભાવી રહી છે. લોકડાઉન દરમિયાન આ મહિલાઓને માસ્ક વહેંચાયા હતા સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ અવેરનેસ વિશે જાગ્રત કર્યા છે.
આ ગેંગે જરૂરિયાતમંદો સુધી જમવાનું પહોંચતું કર્યું હતું એટલું જ નહીં જે બાળકોની આર્થિક સ્થિતિ નબળી હોય તેવા બાળકોને શાળાએ જવા માટે સાઈકલ, પુસ્તકો વગેરે જેવી જરૂરી વસ્તુઓ પણ આપે છે.
આ ગ્રીન ગેંગની શરૂઆત વિશે વાત કરીએ તો, રવિ મિશ્રા, દિવ્યાંશુ ઉપાધ્યાય અને તેમની ટીમે વર્ષ ર૦૧પમાં સમાજ માટે કંઈ સારું કાર્ય કરવાનો નિર્ણય લીધો. પહલાં તેઓએ ગરીબ બાળકોને ભણાવવાનો નિર્ણય લીધો, ત્યારબાદ તેમને લાગ્યું કે ગામમાં નશાખોરી, નિરક્ષરતા અને મહિલાઓ પર ઘરેલુ હિંસા થવાના કિસ્સા વધારે છે, તેથી આ વિષય પર કામ કરવાનું શરૂ કર્યું.
જયારે તેઓ વારાણસી, ખુશિયારી ગામમાં સરવે શરૂ કર્યો તો ત્યાં પુરુષ દારૂ અને જુગારમાં ડૂબેલા હતા. સાથે મહિલાઓ સાથે ઘરેલું હિંસાની ઘટના સતત વધી રહી હતી. તેમના બાળકો પણ શાળાએ જઈ શકતાં ન હતા તેવામાં ગામને જાગ્રત કરવા માટે નિર્ણય લીધો અને ગામની વૃદ્ધ મહિલા સાથે તેમની ટીમે વાતચીત કરી.
તે મહિલાએ જણાવ્યું કે તેમના દીકરાએ પોતાની પત્નીને સળગાવી દીધી. જાે પુરુષોને દારૂ છુટી જાય તો બધું સારું થઈ શકે છે. ત્યારબાદ ટીમે ગામની બીજી મહિલાઓને રાણી લક્ષ્મીબાઈ અને જયોતિબા કુલે વિશે વાત કરી તેમને જાગ્રત કરી. અંદાજે છ મહિનામાં એક ટીમ તૈયાર થઈ જેને ગ્રીન નામ આપવામાં આવ્યું.
આ ગ્રીન ગેંગની મહિલાઓ લીલા રંગની સાડી પહેરે છે, આ તેમને ડ્રેસકોડ છે. તેની પાછળ કારણ છે કે તે ગામને હરિયાળું અને ખુશ જાેવા માગે છે. પછી દિવ્યાંકુએ મહિલાઓને લીલા રંગની સાડીઓ વહેંચી અને બીજી રપ મહિલાઓની ટીમ બનાવી લીધી.
જેમ કોઈ પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે તે જે રીતે આ મહિલાઓની સફળતા પાછળ ઘણા પુરુષોની મદદ છે. આ કાર્યમાં બોલિવૂડના જાણીતા અભિનેતા સોનુ સુદ, પંકજ ત્રિપાઠી, જાવેદ જાફરી વગેરે પણ મદદ કરે છે. સોનુ સુદ આજે દેશનો રિયલ હીરો છે. તેણે આ ગેંગને પ૦ સાઈકલ આપીને બાળકોની મદદ કરી હતી.
આ ગ્રીન ગેંગની મહિલાઓ પોતાનું દુઃખ દુર કરીને અન્યનું દુઃખ દુર કરી રહી છે. સાથે જનજાગૃતિ અને ગામના વિકાસ માટે પણ કાર્ય કરી રહી છે. દરેક મહિલા માટે ૧ર૦૦ મહિલા પ્રેરણાદાયી છે. આવી સમર્થ અને સક્ષમ નારીઓને મહિલાજગતના સલામ.