Western Times News

Gujarati News

કોઈની તાકાત નથી કે બાબા રામદેવને ધરપકડ કરી શકે

File

સોશિયલ મીડિયા પર બદનામ કરવા માટે અનેક પ્રકારના ટ્રેન્ડ ચલાવવામાં આવી રહ્યા હોવાનો બાબાનો આક્ષેપ

દેહરાદૂન, યોગગુરુ બાબા રામદેવ આજકાલ તેમના નિવેદનોને કારણે ફરી એકવાર ચર્ચામાં છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ) તરફથી બાબાને બદનક્ષીની નોટિસ મોકલવાના સમાચાર આવતા જ તેમનો એક અન્ય વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તેઓ કહેતા જાેવા મળી રહ્યા છે કોઈના બાપની તાકાત નથી કે બાબા રામદેવની ધરપપકડ કરી શકે.

રામદેવનું કહવું છે કે સોશિયલ મીડિયા પર તેમને બદનામ કરવા માટે અનેક પ્રકારના ટ્રેન્ડ ચલાવવામાં આવી રહ્યા છે, પરંતુ આવી ઘટનાથી તેમના પર કોઈ અસર થતી નથી. આ વિડીયો ક્યારનો છે તે અંગે કોઈ માહિતી મળી નથી.

વાઈરલ થયેલા વિડીયોમાં રામદેવ કહેતા જાેવા મળે છે- ‘સોશિયલ મીડિયા પર લોકો માંગણી કરી રહ્યા છે કે ધરપકડ કરો અને ક્યારે કંઈને કંઈ ચલાવતા રહે છે. ક્યારેક ચલાવે છે કે ઠગ રામદેવ, તો ક્યારેક મહાઠગ રામદેવ, અરેસ્ટ રામદેવ પણ કેટલાક લોકો ચલાવી રહ્યા છે. ચલાવવા દો તેમને. કહેવામાં આવી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયા બાદ એક ઓનલાઈન મીટિંગ દરમિયાન બાબાએ આ નિવેદન આપ્યું છે.

મહત્વનું છે કે, આઈએમએએ પતંજલિ યોગપીઠના વડા સ્વામી રામદેવને માનહાનિની નોટિસ મોકલી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે બાબા રામદેવે ૧૫ દિવસની અંદર તેમના નિવેદન માટે માફી માંગવી, નહીં તો આઈએમએ તેમની સામે ૧૦૦૦ કરોડનો દાવો કરશે. ડોકટરોના સંગઠને માંગ કરી છે કે રામદેવે આ નિવેદનની વિરુદ્ધ લેખિતમાં માફી માંગવી પડશે, નહીં તો આ દાવાને કાયદેસર રીતે કાર્યવાહી કરવામાં આવશે.

આઈએમએએ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વિડીયો સામે વાંધો ઉઠાવ્યો હતો, જેમાં રામદેવે દાવો કર્યો હતો કે એલોપથી ‘બકવાસ વિજ્ઞાન’ છે. તેમણે કહ્યું હતું કે દેશમાં કોરોના સારવાર માટે કંટ્રોલર જનરલ ઓફ ડ્રગ્સ દ્વારા મંજૂર કરાયેલ રેમાડેસિવીર, ફેવિફ્લુ અને આવી અન્ય દવાઓ દર્દીઓની સારવાર કરવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું હતું કે જાે એલોપથી સારી છે તો ડોકટરો બીમાર ના થવા જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.