નટુકાકા આર્થિક તંગીથી પસાર થઈ રહ્યા હોવાની અફવા ઊડી
બીજી લહેરના કારણે, દરેક સીનિયર અભિનેતા મહારાષ્ટ્ર બહાર શૂટિંગ કરી રહેલી તેમની ટીમ સાથે જાેડાયા નથી
મુંબઈ: મહામારીની બીજી લહેરના કારણે, દરેક સીનિયર એક્ટર મહારાષ્ટ્ર બહાર શૂટિંગ કરી રહેલી તેમની ટીમ સાથે જાેડાયા નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ ગુજરાતના વાપીમાં સીરિયલનું શૂટિંગ કરી રહી છે. ત્યારે સીરિયલમાં નટુકાકાનો રોલ પ્લે કરી રહેલા સીનિયર એક્ટર ઘનશ્યામ નાયક પણ ટીમ સાથે જાેડાયા નથી. એવી ચર્ચા થઈ રહી છે કે, આવકનો સ્ત્રોત ન હોવાથી ઘનશ્યામ નાયક આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે. આ પ્રકારની અફવાથી ઘનશ્યામ નાયક અપસેટ છે. તેમણે કહ્યું કે, મને ખબર નથી પડતી કે લોકો કેમ આ પ્રકારની નકારાત્મકતા ફેલાવે છે? મેં શોમાંથી બ્રેક લીધો નથી. સ્થિતિ એવી છે કે, સીનિયર એક્ટર્સ મહારાષ્ટ્ર બહાર શૂટિંગ કરી રહ્યા નથી.
અમે સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છીએ અને અમારા માટે મેકર્સે આ ર્નિણય લીધો છે. હું બેરોજગાર નથી અને ટીમ મારું ધ્યાન રાખી રહી છે. તેઓ મુંબઈ આવશે કે તરત હું શૂટિંગ શરુ કરવાની આશા રાખી રહ્યો છું. ઘણા બધા ટીવી શો અને ફિલ્મોનો ભાગ રહી ચૂકેલા ઘનશ્યામ નાયકની થોડા મહિના પહેલા સર્જરી કરવામાં આવી હતી અને તેઓ હવે રિકવર થઈ ગયા છે. આર્થિક સંકડામણની અફવાઓ પર સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું કે, ‘હું આર્થિક તંગીમાં નથી. હું મારા પૌત્ર અને પૌત્રીઓ સાથે ઘરે સમય પસાર કરી રહ્યો છું. મારા બાળકો પણ જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યા છે.
હું બેરોજગાર નથી કે કોઈ આર્થિક સંકટમાં પણ નથી. જણાવી દઈએ કે, ઘનશ્યામ નાયક છેલ્લા બે મહિનાથી ઘરે છે. એક્ટરે છેલ્લા માર્ચ મહિનામાં એપિસોડ માટે શૂટિંગ કર્યું હતું, જ્યાં ટ્રેકમાં તેઓ ગામડે હોવાનું અને ફોન પર જેઠાલાલ સાથે વાત કરતાં હોવાનું દર્શાવાયું હતું. ઘનશ્યામ નાયકે ઘણા ગુજરાતી નાટકોમાં પણ કામ કર્યું છે આ સિવાય આટલા વર્ષો સુધી સ્ટેજ શો કર્યા છે. તેઓ ખિચડી, સારાભાઈ દૃજ સારાભાઈ, દિલ મિલ ગયે, સારથી અને ગુજરાતી શો છુટાછેડામાં પણ જાેવા મળ્યા હતા. તેમણે બરસાત, ઘાતક, ઈશ્ક, ઈરા જાદુ ચલ ગયા, હમ દિલ દે ચૂકે સનમ તેમજ તેરે નામ જેવી ફિલ્મોમાં પણ નાના રોલ કર્યા છે.