રિલાયન્સ ૧૩ લાખ કર્મચારી-સહયોગીઓને મફત વેક્સીન આપશે
મુંબઈ: ભારતમાં કોઈ કોર્પોરેટ દ્વારા તેના કર્મચારી, એસોસિએટ્સ અને પાર્ટનર્સ માટે સૌથી મોટા વેક્સીનેશન ડ્રાઇવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડએ તેના ૧.૩ મિલિયન (૧૩ લાખ) કર્મચારી, એસોસિએટ્સ, પાર્ટનર્સ તથા તેમના પરિવારના સભ્યોને ૮૮૦ શહેરમાં મફત વેક્સીન આપવાનો પ્લાન ઘડી કાઢ્યો છે. આ વિશાળ વેક્સીનેશન ડ્રાઇવમાં પરિવાર પરિભાષા જીવનસાથી, વડિલો, દાદા-દાદી, સાસરિયા, બાળકો અને ભાઈ-બહેન પણ સામેલ છે. નોંધનીય છે કે આ વેક્સીનેશન ડ્રાઇવ માત્ર હાલ કાર્યરત કર્મચારીઓ પૂરતું સીમિત ન રાખતાં તેને નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
યોગ્યતા ધરાવતા તમામ કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યોએ કોવિડ પ્લેટફોર્મ પર રજિસ્ટર કરાવવાનું રહેશે અને ત્યારબાદ તેઓ ઇૈંન્ના ઓનલાઇન પ્લેટફોર્મ જિયો હેલ્થહબ પર લોકેશન પસંદ કરી શકશે. આ વેક્સીનેશન કાર્યક્રમ જે સરકારના વર્કપ્લેસ વેક્સીનેશન પોલિસીનો ભાગ છે. આ ડ્રાઇવ અંતર્ગત રિલાયન્સના ઓક્યુપેશનલ હેલ્થ સેન્ટર્સ હાથે રસીકરણ હાથ ધરવામાં આવશે. આ સેન્ટર્સ જામનગર, વડોદરા, હઝીરા, પાતાળગંગા, નાગોથાને, કણીકદા, ગડીમોગા, સહડોલ, બારાબંકી, હોશિયારપુર ખાતે છે. આ ઉપરાંત રિલાયન્સ હૉસ્પિટલો અને ૮૦૦થી વધારે શહેરોમાં આવેલી પાર્ટનર હૉસ્પિટલો જેમ કે અપોલો, મેક્સ મણીપુર ખાતે વેક્સીનેશન ડ્રાઇવ હાથ ધરવામાં આવશે.
નોંધનીય છે કે, જે કર્મચારીઓએ આ ડ્રાઇવ પહેલા જ કોરોનાની વેક્સીન લઈ લીધી છે તેમને તેનો તમામ ખર્ચ ભરપાઈ કરી દેવામાં આવશે. રિલાયન્સના ૩.૩૦ લાખથી વધુ કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યો કોરોના વેક્સીનનો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ધ્યેય છે કે તમામ કર્મચારીઓ અને તમના પરિવારના સભ્યોને ૧૫ જૂન સુધીમાં કોરોના વેક્સીનનો પહેલો ડોઝ આપી દેવામાં આવે. રિલાયન્સના કર્મચારીઓમાં ૧૩,૦૦૦ રિટેલ અને જિયો સ્ટોર્સ ખાતે કાર્યરત કર્મચારીઓને પણ આ કાર્યક્રમ હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે
પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનને તેમના કર્મચારીઓ માટે વેક્સીન ખરીદવાની મંજૂરી આપવામાં આવ્યા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેકની વેક્સીન ખરીદી છે. વેક્સીનેશન ડ્રાઇવનો પ્રારંભ કંપનીના મુંબઈ અને મેન્યુફેક્ચરિંગ લોકેશન ખાતે કરવામાં આવશે. ત્યારબાદ અન્ય મોટા શહેરોમાં બીજા સપ્તાહથી શરૂ કરવામાં આવશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વેક્સીનેશન ડ્રાઇવના માધ્યમથી તેમના સ્ટાફ અને પરિવારના સભ્યોને સુરક્ષિત રાખવાની સાથોસાથ પબ્લિક હેલ્થ સિસ્ટમ ઉપર ભારણ દૂર કરવાનો પણ પ્રયાસ છે. રિલાયન્સ આ પ્રયાસના માધ્યમથી મહામારીના પડકાર સામે વધુ અસરકારક રીતે લડવા માટેનું એક અગત્યનું પગલું છે.