Western Times News

Gujarati News

બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પણ કોરોનાનું ગ્રહણ, વિલંબ થવાની શકયતાઓ

Files Photo

અમદાવાદ: મુંબઇ અને અમદાવાદ મહાનગર માટે અનેકરીતે લાભદાયી પુરવાર થઇ શકે એવો બુલેટરેલ પ્રોજેક્ટ હવે નિર્ધારિત આયોજન કરતાં વધુ વિલંબમાં પડે એવી શક્યતા છે. મુંબઇ – અમદાવાદ બુલેટટ્રેન પ્રોજેક્ટને કોરોનાનું ગ્રહણ લાગતાં આ પ્રોજેક્ટ વિલંબમાં પડવાની સંભાવના પ્રબળ બની છે.

મહારાષ્ટ્રમાં મુંબઇ અને ગુજરાતમાં અમદાવાદ બંન્ને મહાનગર આર્થિક નગરી તરીકે આગળ વધી રહ્યાં છે. આર્થિક નગરી તરીકે વધુ ને વધુ વેપાર-ધંધા અને ઉદ્યોગોને આકર્ષવા મુંબઇ – અમદાવાદ બુલેટટ્રેન પ્રોજેક્ટ અમલી બનાવવાનો ર્નિણય બંન્ને રાજ્યસરકારના સહકારથી કેન્દ્રસરકારે કર્યો છે. જાે કે ગતવર્ષથી શરૂ થયેલાં કોરોનાગ્રહણ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્ર બન્ને રાજ્યમાં ખેડૂતોની જમીનસંપાદન મુદ્દે હજી વિવાદ હોવાના મુદ્દે આ પ્રોજેક્ટ પૂર્ણ થવામાં વિલંબ નિશ્ચિત માનવામાં આવે છે.

આગામી વર્ષ-૨૦૨૨ સુધી લોકસભાની ચૂંટણી અગાઉ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સમયમર્યાદા કેન્દ્રસરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવી હતી. પરંતુ ગુજરાતમાં સરકાર દ્વારા આપવામાં આવતી રકમ લઇને જમીન સંપાદન કરવા અનેક ખેડૂતોએ વિરોધનો સૂર વ્યક્ત કર્યો છે. ગુજરાત સરકાર જ નહીં મહારાષ્ટ્ર સરકાર પણ આજે આ મુદ્દે હજી દ્વિધામાં છે. દરમિયાન ગુજરાતના પ્રયાસ ચાલુ જ છે.પરંતુ ખેડૂતોએ મસમોટી રકમની માગ કરતાં પ્રોજેક્ટનું કાર્ય આજે હજી પણ ઠપ્પ છે.

હાલ કોરોના અને સાથે-સાથે ચોમાસાના આગમન પગલે પણ પ્રોજેક્ટ આગળ વધી શકશે નહીં. પરિણામે કેન્દ્ર અને રાજ્યના અથાક પ્રયાસ છતાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં વિલંબ થઇ શકે છે. કેન્દ્ર સરકારે વર્ષ- ૨૦૨૨માં પ્રોજેક્ટ પૂર્ણ કરવા આયોજન કર્યું હતું. પરંતુ આજની સ્થિતિએ કોરોના ઉપરાંત કેટલાક ખેડૂતોનો પણ જમીન વસૂલાત અઁગે વિરોધ થતાં હવે આ પ્રોજેક્ટ ૨૦૨૩માં પૂર્ણ થવાની સંભાવના છે. હવે ક્યારે પ્રોજેક્ટકાર્ય ક્યારે શરૂ થશે.તેના પર સૌની નજર રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.