વડોદરાના યુવાને અનોખી એપ બનાવી; એપ્લિકેશનના માધ્યમથી એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, ઓક્સિજન સેવા મળશે
યુવાને બનાવેલ એપથી કોરોના દર્દીઓને તમામ સુવિધા મળશે –
વડોદરા, પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને યુવાનોએ સાર્થક કર્યું છે. વડોદરાના યુવાનોએ અનોખી એપ બનાવી છે. કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આ એપ્લિકેશન બનાવી છે. યુવાનોની છ મહિનાની મહેનત બાદ આ એપ્લિકેશન તૈયાર કરાઈ છે. રાજ્ય સહિત સમગ્ર દેશમાં કોરોના કાળનો કહેર વર્તાઈ રહ્યો છે.
ત્યારે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો તે દરમિયાન રાજ્યમાં એમ્બ્યુલન્સ, હોસ્પિટલમાં કોવિડ બેડ, ઓક્સિજન માટે કોરોના દર્દીઓના પરિવારજનોને ફાંફા મારવા પડી રહ્યા હતા. જાે કે, હવે આ દર્દીઓને કોઈ મુશ્કેલીના પડે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાર્થક કરવા વડોદરાના યુવાનોએ એક અનોખી એપ્લિકેશન બનાવી છે.
કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશનના માધ્યમથી લોકોને એમ્બ્યુલન્સ, હોસ્પિટલ, ઓક્સિજનથી માંડીને ટિફિન સહિત તમામ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ એપમાં યુઝર્સને પોતાની આસપાસ જ તમામ સેવા મળી રહે તેવા ફિચર્સ મુકવામાં આવ્યા છે.
આ એપ્લિકેશનનું નામ ગોસિપ છે. આ એક જીપીએસ બેસ એપ્લિકેશન છે. આ એપ્લિકેશનમાં યુઝર્સ જે સ્થળે જશે એને તે જ વિસ્તારમાં જેટલી પણ સુવિધાઓ ઉપલ્બધ હશે તે અંગે માહિતી મળી રહેશે. આ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે નાગરિકોને એકપણ રૂપિયો ખર્ચ કરવાની જરૂર નથી.
જાે કે, આ યુવાનો પોતે લોકડાઉનમાં ફસાઈ ગયા હતા અને એમને કોઈની મદદ નહોતી મળી જેના કારણે એમને અન્ય લોકોને તકલીફ ન પડે તે હેતુથી આ એપ્લિકેશન બનાવી છે. વડોદરાના આ યુવાનો છેલ્લા ૬ મહિનાથી આ એપ્લિકેશન બનાવી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.
પરંતુ કોરોના દર્દીઓને એમ્બ્યુલન્સ, હોસ્પિટલ કે ઓક્સિજનની જરૂરીયાત માટે ફાંફા મારવા ન પડે તે માટે આ એપ્લિકેશન વડોદરાના યુવાનો દ્વારા બનાવવામાં આવી છે.