ખાદ્યતેલના ભાવ કંટ્રોલ કરવા કેન્દ્ર સરકાર સક્રિય થઈ
ખાદ્યતેલના ભાવ નિયંત્રણ માટે સરકારે સૂચનો માગ્યા -ખાદ્યતેલના ભાવમાં ભડકો જાેવા મળી રહ્યો છે, જનતા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે, બજારમાં ડિમાન્ડ જ નથી
રાજકોટ, ખાદ્યતેલના ભાવમાં ભડકો જાેવા મળી રહ્યો છે. સામાન્ય જનતા પર મોંઘવારીનો માર પડી રહ્યો છે. ખાદ્યતેલમાં આટલા બધા ભાવ ઉંચકાતા હવે કેન્દ્ર સરકાર પણ હરકતમાં આવી છે અને કેન્દ્રીય ખાદ્યતેલના સચિવે ટ્રેડર્સ સાથે બેઠક કરી સૂચનો માંગ્યા હતા. જેમાં ઓનલાઈન તેલ પર સટ્ટો રમાતો હોવાથી ભાવ ઊંચકાયા હોવાનું સામે આવ્યું હતું.
જે ભાવને નિયંત્રણ કરવા સરકાર પગલાં લે તેવી માંગ ઉઠી છે. ઓનલાઈન સટ્ટાકીય તેજી વધતા ખાદ્યતેલના ભાવમાં ભડકો થયો છે. ખાદ્યતેલના સચિવે ટ્રેડર્સ સાથે બેઠકમાં ભાવ વધારા અંગે માહિતી મેળવી હતી. જેમાં ખાદ્યતેલના આટલા બધા ભાવ વધારાને કન્ટ્રોલ કરવા માટે સૂચનો માંગ્યા હતા.
ખાદ્યતેલના વેપારી ભાવેશ પોપટે જણાવ્યું હતું કે, બજારમાં ખાદ્યતેલની માંગ નથી પરંતુ ઓનલાઈન સટ્ટો રમતો હોવાથી ખાદ્યતેલના ભાવમાં વધારો થયો છે. જાેકે બેઠક થવાની હોવાની માહિતી સામે આવતા ૧૦ દિવસમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. જેમાં ૧૦૦ થી ૧૩૦ રૂપિયા સુધી થયો ઘટાડો થયો છે.
સિંગતેલમાં ૧૦ દિવસમાં ૧૩૦ રૂપિયાનો ઘટાડો થતા ડબ્બાનો ભાવ ૨૫૫૦ થી ૨૬૦૦ રૂપિયા થયો છે. જ્યારે કપાસિયા તેલમાં રૂપિયા ૧૦૦નો ઘટાડા સાથે ડબ્બાનો ભાવ ૨૩૬૦ થી ૨૪૦૦ રૂપિયા થયો અને પામોલિનમાં ૧૨૦ રૂપિયાનો ઘટાડા સાથે ડબ્બાનો ભાવ ૨૦૮૦ થી ૨૧૧૫ રૂપિયા ભાવ થયો છે.
સિંગતેલમાં ડિમાન્ડ ઓછી થતા ભાવ ઘટ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. કોરોનાને કારણે નિયંત્રણો હોવાથી હોટેલ અને રેસ્ટોરન્ટો બંધ હોવાથી ખાદ્યતેલમાં ડિમાન્ડ ઘટી છે. જાે ફરી એક વખત શરૂ થાય તો ડિમાન્ડ કેવી નીકળે છે તેના પર થી સાચો ખ્યાલ આવી શકે. હાલ તો ઓનલાઈન સટ્ટાકીય તેજી વધુ જાેવા મળતા ખાદ્યતેલના ભાવમાં ઉછાળો આવ્યો હતો. ટ્રેડસોએ પણ સરકાર પાસે તેલના સટ્ટા પર કન્ટ્રોલ કરવા માંગ કરાઈ છે.