કૃષ્ણા અભિષેકને ધ કપિલ શર્મા શોનું સ્ટેજ યાદ આવ્યું
કપિલ શર્મા શો ક્યારે સ્ક્રીન પર વાપસી કરશે તેની રાહ સૌ જાેઈ રહ્યા છે, જેમાં કૃષ્ણા અભિષેક પણ બાકાત નથી
મુંબઈ: મહામારીના કારણે ટીઆરપીને ફટકો પડતાં અત્યારસુધીમાં અનેક શો ઓફ-એર થયા છે, જેમાંથી એક કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ પણ છે. કેટલાક અંગત કારણોસર કપિલ શર્માનો શો આ વર્ષના ફેબ્રુઆરીની શરૂઆતમાં ઓફ-એર થયો હતો. ધ કપિલ શર્મા શો’માં કપિલ શર્મા શો સિવાય કિકુ શારદા, કૃષ્ણા અભિષેક, સુમોના ચક્રવર્તી તેમજ ચંદન પ્રભાકર જેવા દિગ્ગજ કોમેડિયન હતા. જેઓ શોના દર્શકોને પેટ પકડીને હસાવતા હતા.
તેઓ પણ શોને મિસ કરી રહ્યા હોય તેવું લાગે છે. શોમાં અલગ-અલગ પાત્રોમાં જાેવા મળેલા કૃષ્ણા અભિષેકે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને આ સાથે લખ્યું છે કે, તે આતુરતાથી શો પરત આવવાની રાહ જાેઈ રહ્યો છે. અનિલ કપૂરની સામે જેકી શ્રોફની મિમિક્રી કરી રહેલા કૃષ્ણાએ જૂનો વીડિયો શેર કરીને લખ્યું છે કે, ‘શો પર જે પ્રકારની પાગલપંતી થતી હતી તેને અમે સૌ મિસ કરી રહ્યા છીએ. બધું ઠીક થઈ ગયા બાદ પરત આવવાની અને તમને મનોરંજન પૂરું પાડવાની રાહ જાેઈ શકતો નથી.
ભગવા જલ્દીથી આ સ્થિતિને ઠીક કરી દે’. કૃષ્ણા અભિષેકના આ વીડિયો પર કોમેન્ટ કરીને ટાઈગર જેકી શ્રોફે તેની એક્ટિંગને ‘આઉટ સ્ટેન્ડિંગ’ ગણાવી છે. માત્ર કૃષ્ણા અભિષેક જ નહીં પરંતુ શોમાં જજની ખુરશી સંભાળતી અર્ચના પૂરણ સિંહ પણ શૂટિંગના દિવસોને યાદ કરીને થ્રોબેક વીડિયો શેર કરતી રહે છે. ધ કપિલ શર્મા શો ફ્રેશ કન્ટેન્ટ સાથે પરત આવશે તેવી શક્યતા છે કારણ કે કપિલ શર્માએ અગાઉ શો માટે રાઈટર્સ શોધી રહ્યા હોવા અંગે પોસ્ટ મૂકી હતી. માર્ચ મહિનામાં પણ પ્રોડક્શન હાઉસે જાહેરાત કરી હતી
તેઓ ટીમ માટે એક્ટર્સ અને રાઈટર્સની શોધમાં છે. રિપોર્ટ્સ પ્રમાણે, શો થોડા મહિના બાદ દર્શકોને હસાવવા માટે પરત આવી શકે છે પરંતુ ટીમ તરફથી કોઈ ઔપચારિક પુષ્ટિ કરવામાં આવી નથી. કપિલ શર્માની વાત કરીએ તો, ફેબ્રુઆરીની શરુઆતમાં તેને ત્યાં બીજા સંતાનનો જન્મ થતાં હાલ તે પૂરો સમય પરિવારને આપી રહ્યો છે. તેના માટે આ લાંબી પેટરનિટી બ્રેક છે તેમ કહી શકાય. આ સિવાય તે તેની દીકરી અનાયરાની સંભાળ રાખવામાં પણ વ્યસ્ત છે.