સુશાંત સિંહ રાજપૂતની વરસી પહેલાં બહેન ભાવૂક થઇ
સુશાંતના નિધન બાદ પિતા અને બહેનોએ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી ઉપર ઘણાં સવાલ ઉઠાવ્યાં હતાં
મુંબઈ: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ બુદ્ધ પૂર્ણિમાનાં સમયે એક જાહેરાત કરી છે. સુશાંતે ગત વર્ષે ૧૪ જૂનનાં દુનિયાને અલવિદા કહી દીધુ હતું. આજે તેની ડેથ એનિવર્સરીમાં કેટલાંક દિવસો બાકી છે. એક્ટરની યાદોને કોઇ ભૂલી નહીં શકે. કોઇને કોઇ બહાને સુશાંત દરરોજ યાદ કરે છે. ભાઇનાં ગયાનું દુખ ભુલાવવું સહેલું નથી. તેથી શ્વેતાએ જૂનનો આખો મહિનો તેનાં ભાઇનાં નામે ડેડીકેટ કરવાનો ર્નિણય લીધો
તેની માહિતી બુદ્ધ પૂરાણિમાએ પાવન અવસર પર સોશિયલ મીડિયા પર આપી છે. શ્વેતા સિંહ કીર્તિએ ટિ્વવર અને ઇન્સ્ટાગ્રામ પર ભાઇ સુશાંત સિંહ રાજપૂત અને ભગવાન બુદ્ધનો ફોટો શેર કરી તેની પ્લાનિંગ અંગે જણાવ્યું છે. ટિ્વટ કરી શ્વેતાએ લખ્યું છે, ‘હું જૂનનો આખો મહિનો પર્વત પર એકાંતવાસ પર જઇ રહી છું. ત્યાં ઇન્ટરનેટ અને સેલની સુવિધા નહીં હોય.
ભાઇનાં નિધનને એક વર્ષ તેની મધુર યાદોની સાથે શાંતમાં વિતાઇશ. તેનું શરીર ભલે જ એક વર્ષ પહેલાં છોડી ગયુ પણ જે વેલ્યૂઝ માટે તે ઉભો હતો, તે આજે પણ છે. બુદ્ધ પૂર્ણિમાની સૌને શુભેચ્છાઓ. આપને જણાવી દઇએ કે, ૧૪ જૂન ૨૦૨૦નાં સુશાંત સિંહ રાજપૂતે મુંબઇ સ્થિત તેનાં નિવાસ સ્થાન પર પરિસ્થિતિઓમાં આત્મહત્યા કરી લીધી હતી.
સુશાંતનાં મોત બાદ ઘણો સમય સુધી વિવાદ ચાલ્યો. બોલિવૂડની ગલીઓની ઘણી અનસુની કહાની સામે આવી. સુશાંતની આત્મહત્યાને નેપોટિઝમથી લઇ ઇન્ડસ્ટ્રીમાં ફેલાયેલાં ડ્રગ્સનો પરદાફાશ થયો હતો. સુશાંતનાં નિધન બાદ પિતા અને બહેનોએ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર ઘણાં સવાલ ઉઠાવ્યાં હતાં. લાંબા સમય સુધી પૂછપરછ પણ તેમની ચાલી હતી. રિયાને મુખ્ય આરોપી ગણાવતા એનસીબીએ તેની ધરપકડ પણ કરી હતી. જાેકે, બાદમાં તેને જામીન મળી ગયા હતાં.