કોરોનાની સાથે બાળકોમાં MIS-C બીમારીનું સંકટ વધ્યું
સુરત: દેશભરમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ત્યારે નિષ્ણાતો દ્વારા આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેરની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને સુરતમાં છેલ્લા ૩ મહિનામાં ૧૦ વર્ષ સુધીની ઉંમર ધરાવતા ૧૬૬૧ બાળકો સંક્રમિત થયા છે. કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં ૧૦૦ બેડની સુવિધા ઉભી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
કોરોનાની સાથે બાળકોમાં સ્ૈંજી-ઝ્ર નામક બિમારીનું સંકટ વધ્યું છે. બાળકોમાં મ્યુકોરમાઇકોસિસ જેવો સ્ૈંજી.ઝ્ર સિન્ડ્રોમના કેસ સામે આવી રહ્યાં છે. મલ્ટી સિસ્ટમ ઇન્ફલેમેરી ડિસઓર્ડરના કેસ મોટું સંકટ બની શકે છે. બાળકોમાં કોરોના સાથે સ્ૈંજી-ઝ્ર નામની બીમારી પણ જાેવા મળી રહી છે. શહેરના બાળ રોગ નિષ્ણાત ડૉ. આશિષ ગોટીએ જણાવ્યું હતું કે, બાળકોમાં કોરોના સંક્રમણ સાથે સ્ૈંજી-ઝ્ર નામની બીમારી પણ જાેવા મળી રહી છે. તેનું પુરૂ નામ મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રન છે. આ બિમારી કોરોના સાથે સંકળાયેલી છે.
જે કોરોનાની પ્રથમ લહેર દરમિયાન પણ જાેવા મળી હતી. તેના લક્ષણોમાં બાળકોને સતત તાવ આવવો, શરીર પર લાલ ચાઠા પડી જવા, હોઠ લાલ થઈ જવા, શરીર પર સોજાે આવવો, ગળું સૂજી જવું, પેટમાં દુઃખાવો થવો તેમજ ઝાડા-ઉલટીનો સમાવેશ થાય છે. આ રોગના ચોક્કસ આંકડા હજુ સુધી જાણી શકાયા નથી, પરંતુ એક અંદાજ પ્રમાણે છેલ્લા ૩ મહિનામાં સુરતમાં સ્ૈંજી-ઝ્રના ૨૦૦ જેટલા કેસ નોંધાયા છે.
ડૉ. આશિષ ગોટીએ સ્ૈંજી-ઝ્ર બિમારીની ગંભીરતા અંગે વાત કરતા જણાવ્યું કે, કોરોનાની જેમ સ્ૈંજી-ઝ્ર પણ ગંભીર બીમારી છે અને કોરોનાની જેમ તેની સારવાર પણ ઉપલબ્ધ છે. જાે આ બીમારી શરૂઆતના તબક્કામાં જ પકડાઈ જાય તો તેની સારવાર થકી માત આપી શકાય છે.