મંડલ તાલુકાના સીતાપુરમાં મારુતિ સુઝુકી પોદાર લર્ન સ્કૂલ વર્ચ્યુઅલ પદ્ધતિથી શરૂ થશે
ગુજરાતના અમદાવાદ જિલ્લાના મંડલ તાલુકાના સીતાપુરમાં આવેલી મારુતિ સુઝુકી પોદાર લર્ન સ્કૂલ જૂન 2021થી વર્ચ્યુઅલ પદ્ધતિથી શરૂ થશે
પ્રાથમિક શાખા શરૂ કર્યા પછી તબક્કાવાર સિનિયર માધ્યમિક શાળા શરૂ કરાશે
પોદાર એજ્યુકેશન નેટવર્કના પોદાર લર્ન સ્કૂલ મોડેલની ફ્રેન્ચાઈઝી. મારુતિ સુઝુકીની સીએસઆર પહેલોના આ હિસ્સાનું લક્ષ્ય સ્થાનિક સમુદાયોને આધાર આપવાનું છે. સ્કૂલ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકંડરી એજ્યુકેશન અને પોદાર સાથે સંલગ્નિત છે અને પોદાર એજ્યુકેશન નેટવર્ક દ્વારા અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. સીતાપુરના ગ્રામીણ વિસ્તારોમાં વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રમોટ કરવાનું લક્ષ્ય અને તેમના એકંદર વ્યક્તિત્વ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
અમદાવાદ, મારુતિ સુઝુકી પોદાર લર્ન સ્કૂલ જૂન 2021માં ગુજરાતના અમદાવાદ જિલ્લાના મંડલ તાલુકાના સીતાપુરના વિદ્યાર્થીઓ માટે વર્ચ્યુઅલ પદ્ધતિથી તેનાં દ્વાર ખોલવા માટે સુસજ્જ છે. હાલની મહામારીને લીધે સ્કૂલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે ત્યારે સ્કૂલ આરંભમાં પ્રાથમિક શાખા માટે ઓનલાઈન ક્લાસ શરૂ કરશે, જે પછી તબક્કાવાર સિનિયર માધ્યમિક સ્કૂલ શરૂ કરશે.
મારુતિ સુઝુકી ઈન્ડિયાએ દત્તક લીધેલાં ગામના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાના પ્રયાસ સાથે સીએસઆર પહેલના ભાગરૂપે ભારતનાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સ્કૂલો શરૂ કરવામાં વ્યાપક નિપુણતા સાથે શિક્ષણમાં અવ્વલ નામ પોદાર એજ્યુકેશન નેટવર્ક (પેન) સાથે હાથ મેળવ્યા છે. મારુતિ સુઝુકી પોદાર લર્ન સ્કૂલની શિલારોપણવિધિ 2019માં થઈ હતી.
મારુતિ સુઝુકી પોદાર લર્ન સ્કૂલ પોદાર એજ્યુકેશન નેટવર્કના પોદાર લર્ન સ્કૂલ મોડેલની ફ્રેન્ચાઈઝી છે. સ્કૂલ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકંડરી એજ્યુકેશન સાથે સંલગ્નિત છે અને પોદાર એજ્યુકેશન નેટવર્ક દ્વારા સીતાપુરના ગ્રામીણ વિસ્તારોના વિદ્યાર્થીઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને પ્રમોટ કરવા અને એકંદર વ્યક્તિત્વ વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાના લક્ષ્ય સાથે અભ્યાસક્રમ તૈયાર કર્યો છે.
મારુતિ સુઝુકી પોદાર લર્ન સ્કૂલના પ્રિન્સિપાલ ડો. અજય કુમાર પાંડાએ જણાવ્યું હતું કે ગ્રામીણ ગુજરાતમાં મારુતિ સુઝુકીની સીએસઆર પહેલ હેઠળ આ પ્રથમ સ્કૂલ છે અને તે માટે પોદાર એજ્યુકેશન નેટવર્ક સાથે જોડાણ સ્વાભાવિક પગલું હતું. હું પોદાર એજ્યુકેશન નેટવર્ક સાથે 2016થી નજીકથી સંકળાયેલો છું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવા સાથોસાથ તે બધા માટે પહોંચક્ષમ બનાવવા પણ તેમની બેજોડ સમર્પિતતાનો ફર્સ્ટ- હેન્ડ અનુભવ ધરાવું છું.
પોદાર લર્ન સ્કૂલ મોડેલ અત્યંત નાવીન્યપૂર્ણ છે. પોદાર એજ્યુકેશન નેટવર્ક સુંદર આધાર પ્રણાલી આપે છે, જે ફરજિયાત આવશ્યકતાઓ પાર જાય છે. અમે તેમની પાસેથી એચઆર સંબંધી સહાય માગી છે. આ જોડાણથી અમે સીતાપુરને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર ટેકનોલોજી ઉત્તમ અભ્યાસક્રમ અને પ્રમાણસર ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ આપી શકીએ છીએ,
જે નિશ્ચિત જ વિદ્યાર્થીઓને ભરપૂર લાભ કરાવશે. આટલું જ નહીં, કોવિડ-19ની કટોકટી અને ત્યાર પછી પ્રત્યક્ષ સ્કૂલો ખૂલવામાં થયેલા વિલંબને લઈ પોદાર એજ્યકેશન નેટવર્કે ડિજિટલ શિક્ષણ અને ભણાવવાની પદ્ધતિઓ ઝડપથી અપનાવવા માટે અમારા શિક્ષકોને મદદ કરીને અમને મજબૂત આધાર આપ્યો છે.
દેશભરમાં દરેક પોદાર લર્ન સ્કૂલ મેટ્રો શહેરોમાં પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલોનાં એકસમાન યુનિફોર્મ, અભ્યાસક્રમ, સમયપત્રક, પ્રવૃત્તિઓ, એવોર્ડ વિજેતા પાઠ નિયોજન અને પરીક્ષાઓની સમાન છે. ગુણવત્તા સાથે કોઈ પણ બાંધછોડ કર્યા વિના આ સાતત્યતાની ખાતરી રાખવા માટે પોદાર એજ્યુકેશન નેટવર્ક શિક્ષકોને તાલીમ આપે છે, પ્રિન્સિપાલોનું મેન્ટરિંગ કરે છે અને સમર્પિત ટ્રબલશૂટિંગ પ્રણાલી ધરાવે છે, જે ગતિ અને કાર્યક્ષમતા સાથે દરેક સ્કૂલના પડકારોને પહોંચી વળે છે.
પોદાર એજ્યુકેશન નેટવર્કના ડાયરેક્ટર શ્રી હર્ષ પોદારે જણાવ્યું હતું કે ભારતની સૌથી વિશાળ કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ ગ્રામીણ ભારતના સ્થાનિક સમુદાયો પર હકારાત્મક પ્રભાવ પાડવા માટે ગુણવત્તાયુક્ત અને કિફાયતી શિક્ષણમાં રોકાણ કરવા માટે પોદાર લર્ન સ્કૂલ સાથે ભાગીદારી કરી તે બહુ જ પ્રોત્સાહનજનક છે.
અમે પોદાર લર્ન સ્કૂલ મોડેલ થકી હંમેશાં ગ્રામીણ અને અર્ધશહેરી ભારતમાં ઉત્તમ ગુણવત્તાની સીબીએસઈ અને આઈસીએસઈ સ્કૂલોનું નેટવર્ક સ્થાપવા પ્રયત્નશીલ રહ્યા છીએ. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપ ભારતમાં શ્રેષ્ઠ શિક્ષણ ફ્રેન્ચાઈઝ પીએલએસ મોડેલ દેશના અંતરિયાળ વિસ્તારોમાં ઉત્તમ ગુણવત્તાના શિક્ષણની પહોંચને વધુ વ્યાપક બનાવશે.
શિક્ષણ અને અભ્યાસ માટે સ્થાનિક સમુદાયોને પહોંચ વધારવા પર કેન્દ્રિય સીએસઆર પ્રયાસો હોય તેવી વિવિધ કંપનીઓ અને કોર્પોરેશનો માટે આ ઉત્તમ તક છે. પોદાર લર્ન સ્કૂલ સાથે ભાગીદારી યોગ્ય દિશામાં પ્રગતિશીલ પગલું છે.
પીએલએસ મોડેલની આ અજોડ કાર્યરેખા સ્કૂલોની કામગીરીમાં પારદર્શકતા અને મૂલ્ય લાવે છે. સીએસઆરના નજરિયાથી તે સીએસઆર ભંડોળનો ફળદ્રુપ ઉપયોગ અને પ્રાપ્તિકર્તાની બાજુથી જવાબદારીની ખાતરી રાખે છે, જે કંપની કે કોર્પોરેશન માટે નોંધપાત્ર મૂલ્યવૃદ્ધિ છે. મારુતિ સુઝુકીએ પોદાર એજ્યુકેશન નેટવર્કના ટેકા સાથે પીએલએસ સ્થાપિત કરીને શિક્ષણ અને અભ્યાસમાં તેમનાં સીએસઆર ભંડોળનું રોકાણ કરવા માગતી અન્ય ઉદ્યોગની ખેલાડીઓ માટે ઉત્તમ દાખલો બેસાડ્યો છે.
લગભગ 7.5 કરમાં પથરાયેલી મારુતિ સુઝુકી પીએલએસ અમદાવાદ જિલ્લામાં હંસલપુર ખાતે મારુતિ સુઝુકી ઈન્ડિયાના ફેક્ટરીની નજીક વસેલા ગામમાં સ્થાપવામાં આવી છે. જોકે સ્કૂલ કંપનીના કર્મચારીઓ માટે અનામત નથી અને સ્થાનિક સમુદાયના બધા વિદ્યાર્થીઓ માટે ખુલ્લી છે.
સ્કૂલ પૂર્વ- પ્રાથમિક અને પાંચમા ધોરણ સુધી માળખું ધરાવે છે અને આ વિદ્યાર્થીઓને સમાવવા સંપૂર્ણ સુસજ્જ છે. હાલમાં મારુતિ સુઝુકી પીએલએસમાં 13 શિક્ષકો અને 117 વિદ્યાર્થીઓની નોંધણી થઈ છે. સ્કૂલ એપ્રિલ 2021માં કામગીરી શરૂ કરવાની ધારણા હતી, પરંતુ કોવિડ-19ની કથળતી સ્થિતિઓને લીધે તે વિલંબમાં મુકાયું છે. સ્કૂલ હવે તેની કામગીરી ડિજિટલાઈઝેશન કરવા કામ કરી રહી છે અને જૂન 2021ના આરંભમાં ઓનલાઈન ક્લાસીસ શરૂ કરશે.
મારુતિ સુઝુકી પીએલએસ સમકાલીન દુનિયા સાથે વિદ્યાર્થીઓને વૈશ્વિક નાગરિકો બનાવવાના પીએલએસના લક્ષ્ય સાથે સુમેળ સાધતાં અંગ્રેજી ભાષા અને ટેકનોલોજી, વિવિધ સ્પોર્ટસ અને આર્ટસ અને અન્ય અભ્યાસેત્તર પ્રવૃત્તિઓમાં તાલીમનો સમાવેશ ધરાવતું પરિપૂર્ણ શિક્ષણ આપવા વચનબદ્ધ છે.