વિશ્વની સૌથી લાંબી સતત ગરમ રહેતી અને ઇન્સ્યુલેટેડ પાઇપલાઇને કામગીરીના 11 વર્ષ પૂર્ણ કર્યાં
રાજસ્થાનના બાડમેરમાં મંગલા પ્રોસેસિંગ ટર્મિનલથી શરૂ થતી અને ગુજરાતના ભોગાત ખાતે ડિલિવરી પોઇન્ટ ધરાવતી 670 કિમી લાંબી પાઇપલાઇન રાજસ્થાનમાં ઉત્પાદિત ક્રૂડના ટ્રાન્સપોર્ટેશન માટે 11 વર્ષથી ઉપયોગમાં છે.
ભારતની સૌથી મોટી ખાનગી ઓઇલ અને ગેસ સંશોધન અને ઉત્પાદક કંપની કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ, વેદાન્તા લિમિટેડે રાજસ્થાનના બાડમેરમાં મંગલા પ્રોસેસિંગ ટર્મિનલથી શરૂ થતી અને ગુજરાતના ભોગાત ખાતે ડિલિવરી પોઇન્ટ ધરાવતી તેની સતત હીટેડ અને ઇન્સ્યુલેટે પાઇપલાઇનની કામગીરીના 11 વર્ષ પૂર્ણ કર્યાં છે. World’s longest continuously heated and insulated pipeline completes 11 years of operations
આ 670 કિમી લાંબી પાઇપલાઇન ટેક્નોલોજી અજાયબી ગણાય છે અને તેનું નિર્માણ મંગલા ખાતે ઉત્પાદિત વેક્સી ક્રૂડના પરિવહન માટે નિર્માણ કરાયું હતું, જે આજે હકીકત છે. તે વિશ્વની સૌથી લાંબી સતત હીટેડ અને ઇન્સ્યુલેટેડ પાઇપલાઇન છે તથા ભારતમાં પોતાના પ્રકારની પ્રથમ છે. વર્ષ 2020માં બ્રિટિશ સેફ્ટી કાઉન્સિલે તેને માન્યતા આપી હતી.
આ પાઇપલાઇનનું નિર્માણ જમીનની ઉપર અને નીચે બંન્ને બાજૂએ કરાયું છે તેમજ બે રાજ્યોમાં તેના ફેલાવા સાથે ક્રૂડના ફ્લો ઉપર દેખરેખ રાખવા માટે અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ છે. પાઇપલાઇન ઉપર કોઇપણ અનધિકૃત પ્રવૃત્તિ સામે પગલાં ભરવા અને દેખરેખ રાખવા માટે મોશન સેન્સર્સ અને ડ્રોન ટેક્નોલોજીની ગોઠવવામાં આવી છે.
કેઇર્ન ઓઇલ એન્ડ ગેસ, વેદાન્તા લિમિટેડના ડેપ્યુટી સીઇઓ પ્રચુર સહાએ જણાવ્યું હતું કે, “અમે ભારતની હાઇડ્રોકાર્બન ક્ષમતાઓમાં વિશ્વાસ ધરાવીએ છીએ અને અમારી કામગીરીમાં અદ્યતન ટેક્નોલોજીમાં રોકાણ કરવા માટે કટીબદ્ધ રહ્યાં છીએ.
આ પાઇપલાઇન અમારી ઉદ્યોગમાં અગ્રણી પ્રણાલીનો પુરાવો છે તથા તે ઘરેલુ ઓઇલ અને ગેસ ઉદ્યોગમાં વિવિધ બેન્ચમાર્ક પહેલ પૈકીની એક છે. અમને ઉર્જાક્ષેત્રે આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે બાડમેર ખાતે આગામી વર્ષોમાં સફળ ઉત્પાદનની આશા છે તેમજ તેને હકીકત બનાવવામાં પાઇપલાઇન એક મહત્વપૂર્ણ પરિબળ છે.”
રાજસ્થાન સરકારના કેબિનેટ ખાણ અને પેટ્રોલિયમ પ્રધાન પ્રમોદ જૈન ભાયાએ જણાવ્યું હતું કે, “દેશમાં સૌથી વધુ ક્રૂડ ઓઇલ રાજસ્થાનમાં મળી રહ્યું છે તથા ક્રૂડ ઓઇલના સફળ એક્સપ્લોરેશનથી દેશને આયાતી ક્રૂડ ઓઇલ ઉપરની નિર્ભરતા ઘટાડવામાં કેટલાંક અંશે મદદ મળી છે.
રાજસ્થાન પાસે પોતાની રિફાઇનરી ન હોવાથી ક્રૂડને ગુજરાતની રિફાઇનરીમાં મોકલવું પડે છે. રાજસ્થાનમાં ઉત્પાદિત ક્રૂડના ટ્રાન્સપોર્ટેશન માટે છેલ્લાં 11 વર્ષથી 670 કિમી લાંબી પાઇપલાઇન મહત્વપૂર્ણ રહી છે. તેનાથી રાજ્યમાં ઓએન્ડજી ઉદ્યોગ તરફથી આવકમાં વધારો થયો છે તથા આર્થિક અને સામાજિક વિકાસમાં યોગદાન આપ્યું છે. હું કેઇર્ન ઓઇલ એન્ડ ગેસને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવું છું તેમજ રાજસ્થાન અને તેના લોકોને ઘણાં વર્ષો સુધી યોગદાનની આશા રાખું છું.”
ભારતમાં છેલ્લાં બે દાયકામાં મંગલા સૌથી પ્રચુર ઓનશોર ઓઇલની શોધ છે. જોકે, ફિલ્ડમાંથી ઉત્પાદિત ક્રૂડની વેક્સ પ્રકૃતિ તેમજ નજીકમાં રિફાઇનરીની ઉપલબ્ધતા ન હોઇ પ્રોજેક્ટના ટકાઉપણા સામે પડકાર પેદા થયો હતો. ફિલ્ડમાંથી ઉત્પાદિત ઓઇલમાં ગ્રેવિટીના 25 અને 35 વચ્ચે એપીઆઇ હોવાથી તે વેક્સ હતું તેમજ રૂમ તાપમાને તે સોલિડ બની જાય છે.
આ પાઇપલાઇન સ્કીન ઇફેક્ટ હીટ મેનેજમેન્ટ સિસ્ટમ (એસઇએચએમએસ)થી સજ્જ છે, જેના કારણે ક્રૂડ ઓઇલ પૂર્વ-નિર્ધારિત તાપમાને રહે છે અને પાઇપલાઇન દ્વારા સરળ ફ્લોમાં મદદ મળે છે. તેમાં બહારની બાજૂએ ઇન્સ્યુલેટેડ પણ છે, જેના કારણે હવામાન અથવા અન્ય કુદરતી પરિસ્થિતિ જેવાં બાહ્ય પરિબળોમાં પણ તાપમાન સંબંધિત કોઇપણ પડકાર સામે સુરક્ષા મળી રહે છે.