પેટલાદ સિવિલ ખાતે રૂા.૩૬ લાખના ખર્ચે તૈયાર થયેલ ઓક્સિજન પ્લાન્ટ અને RT-PCR ટેસ્ટ માટે લેબનો પ્રારંભ
સમાજનું ભલુ થાય એવા કાર્યો માટે સમાજમાં દાતાઓની કોઇ ખોટ નથી અમે તો માત્ર માધ્યમ છીએ – પૂ. સ્વામી સચિદાનંદજી
મૂળ ધર્મજના વતની અને હાલ કેલિફોર્નિયામાં રહેતા શ્રી રવિ પટેલ તરફથી સી.ટી.સ્કેન મશીન માટે દોઢ કરોડના દાનની જાહેરાત
અમદાવાદ : દંતાલી આશ્રમના પ.પૂ. સ્વા મી સચ્ચિટદાનંદજી મહારાજના હસ્તેસ પેટલાદ ખાતેની સિવિલ હોસ્પિટલ ખાતે આજે રૂા.૩૬ લાખના ખર્ચે તૈયાર થયેલ ઓક્સિજન પ્લાન્ટ તેમજ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ આર.ટી.પી.સી.આર ટેસ્ટ માટેની અદ્યતન લેબોરેટરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
પેટલાદ સિવિલ હોસ્પિટલ સંકુલ ખાતે સાંસદ શ્રી મિતેષભાઈ પટેલ, કલેક્ટર શ્રી આર.જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ લોકાર્પણ સમારોહમાં પૂ. સ્વામી સચિદાનંદજીએ અમે જે આપ્યું તે અમારૂં નથી એ તમારૂં જ છે અમે માત્ર સમાજના ભલા માટે માધ્યમ બન્યા હોવાનું જણાવી સમાજનું ભલું થાય એવા કાર્યો માટે સમાજમાં દાતાઓની કોઇ ખોટ નથી. અમે તો માત્ર નિમિત હોવાનું કહ્યું હતું.
આણંદ જિલ્લાના પ્રથમ ઓક્સિજન પ્લાન્ટ માટે દાતાઓએ માત્ર ત્રણ જ દિવસમાં રૂા. ૩૬ લાખ આપી દીધા અમારે ક્યાંય માગવા જવું પડ્યું નથી જેના કારણે આજે ઓક્સિજન પ્લાન્ટ પેટલાદ વિસ્તારમાં કાર્યરત થઇ ગયો હોવાનું કહ્યું હતું.
આ પ્રસંગે સ્વામીજીએ ધર્મજ ગામના વતની અને કેલિફોર્નીયામાં વસતા શ્રી રવિભાઈ પટેલે પણ અહીં સી.ટી.સ્કેન.મશીનની વ્યવસ્થા માટે રૂ.૧.૫૦ કરોડના દાન આપવાની વાત કરી હતી તેની જાહેરાત કરી આ ઉમદા કાર્યથી પ્રજાની સાચી સેવા થશે તેમ જણાવ્યું હતું.
પેટલાદ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે ત્યારે મહત્વની સેવાઓ અહીંજ પ્રાપ્ત થાય એ સારી બાબત છે અને આ બધું દાતાઓના દાનથી અને સરકારના સહયોગથી શક્ય બન્યું હોવાનું પણ સ્વામમીજીએ કહ્યું હતું.
સ્વામીજીએ સીવિલ હોસ્પિટલ પેટલાદના ડૉક્ટર શ્રી ગીરીશ કાપડીયા અને પ્રાંત ઓફીસર શ્રી મનીષાબેન બ્રહ્મભટ્ટની હોસ્પિટલમાં તમામ પ્રકારની સેવાઓ મળે તે માટે ઝડપી કામગીરી કરવા બદલ આભારની લાગણી વ્યિકત કરી આશીર્વાદ પાઠવ્યા હતા. .
આ પ્રસંગે હોસ્પિરટલના તબીબો સર્વશ્રી રાજેશ ઠક્કર, કમલેશ બ્રહ્મભટ્ટ, ઇન્ચાર્જ નર્સ સુશ્રી ભારતીબેનનું સ્વામીશ્રીએ સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા. સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે પેટલાદમાં પણ પ્લાન્ટ કાર્યરત થયો તે માટે આપણે સૌ પૂ. સ્વામી સચિદાનંદજી અને દંતાલી આશ્રમના ખૂબ આભારી છીએે તેમ જણાવી પેટલાદ સિવિલ હોસ્પિટલને સુવિધાઓથી સજ્જ કરવામા પૂ.સ્વામીજીના આશીર્વાદ મળ્યા અને કોરોના સંક્રમણ સમયે આ સુવિધાઓ દર્દીઓને ઝડપથી સ્વસ્થ થવામાં મદદરૂપ બની રહેશે સાથે સાથે આણંદ જિલ્લામાં ઓક્સિજનની તકલીફ પડશે નહીં તેમ કહ્યું હતું.
સાંસદશ્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકારે આણંદ જિલ્લામાં આર.ટી.પી.આર. લેબોરેટરીની જરૂરીયાત હતી. જે પુરી કરવા બદલ આભારની લાગણી વ્યઆકત કરી હતી. હવે કોરોના-૧૯ના ટેસ્ટીગ માટે અમદાવાદ-વડોદરા કે અન્ય જગ્યાએ સેમ્પલ મોકલવામાં આવતા હતા અને ૪૮ થી ૭૨ કલાક જેટલો સમય જતો હતો તે સમય હવે બચી જશે. અને હવે અહીં જ ટેસ્ટીંનગ થતાં ગણતરીના કલાકોમાં રીપોર્ટ આવતાં દર્દીઓને ત્વરીત સારવાર કરવામાં મદદરૂપ બની રહેશે.
સીવિલ હોસ્પિટલના ડૉક્ટરશ્રી ગીરીશ કાપડીયાએ પેટલાદ ખાતે દર્દીઓ માટે ઓકિસજનની તાતી જરૂરીયાતને પહોચી વળવા માટે આ ઓક્સીજન પ્લાન્ટ દર્દીઓની સારવાર માટે ઘણો ઉપયોગી બની રહેશે તેમ જણાવી આ ઓક્સીજન પ્લાન્ટ એક મીનીટમાં ૨૬૦ લીટર ઓક્સીજન ઉત્પબન્ન થતાં હોસ્પીટલમાં ઓકસીજનના ૨૪ સીલીન્ડર સાથે ૯૦ પોઇન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે પેટલાદ હોસ્પિીટલમાં જ આર.ટી.પી.સી.આર.ની લેબનો પ્રારંભ થતાં પેટલાદ સહિત જિલ્લાલને તથા આજુબાજુના ગામોને તેનો લાભ મળશે તેમ કહ્યું હતું.
આ પ્રસંગે પ્રાંત ઓફીસર શ્રી મનીષાબેન બ્રહ્મભટ્ટ, મુખ્યર જિલ્લાે આરોગ્ય અધિકારી ડૉ. એમ. ટી. છારી, મામલતદારશ્રી, સિવીલ સર્જન શ્રી જી.ડી.પટેલ, ડૉ.અમર પંડ્યા, પૂર્વ મંત્રીશ્રી સી.ડી.પટેલ, શ્રી વિપુલભાઇ પટેલ, રમણભાઇ સોલંકી, તથા મેડીકલ નર્સ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.