Western Times News

Gujarati News

આગામી ૨થી ૩ દિવસમાં ચોમાસું કેરળના દરિયાકાંઠે પહોંચી જશે : ચોમાસુ સારૂ રહેશે

Files Photo

નવીદિલ્હી: બે ચક્રવાતી વાવાઝોડાં તાઉ-તે અને યાસ પસાર થયાં બાદ હવે ચોમાસાની રાહ જાેવાઈ રહી છે. ચોમાસાની ઉત્તરી સરહદ કોમોરિન સાગર (કન્યાકુમારી નજીક) સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી છે કે એ આગામી ૨થી ૩ દિવસમાં કેરળના દરિયાકાંઠે પહોંચી જશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવે કહ્યું હતું કે ચોમાસું ૩૧ મેના રોજ કેરળના દરિયાકાંઠે પહોંચી જશે. કેરળમાં ચોમાસું પહોંચવાની સામાન્ય તારીખ આમ તો ૧ જૂન છે, પરંતુ હવામાન વિભાગે આગાહી કરી હતી કે ૩૧ મેના રોજ પહોંચશે, એમાં ૪ દિવસ પ્લસ-માઈનસ રહેવાની શક્યતા જણાવવામાં આવી છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટે ચોમાસું પહોંચવાની બે દિવસ આગળ-પાછળ રહેવાની શક્યતાઓ સાથે ૩૦ મેની શક્યતા જણાવી છે. ચોમાસું પોતાની સામાન્ય ગતિએ આગળ વધી રહ્યું છે. આંદામાન-નિકોબારના દ્વીપ સમૂહમાં પોતાની નિર્ધારિત તારીખે ૨૧ મેના રોજ પહોંચ્યા બાદ એ સતત ઉત્તરી- પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. એ ૨૪ મેના રોજ શ્રીલંકાના દક્ષિણ કિનારે પહોંચી ચૂક્યું હતું અને બે-ત્રણ દિવસમાં એ ઉત્તર કાંઠા નજીક પહોંચી ચૂક્યું છે.

ગુરુવારે ચોમાસું માલદિવ્સને પણ પાર કરી ચૂક્યું છે. ચોમાસુંની ઉત્તરી સરહદ કેરળના દરિયાકાંઠેથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર છે. તાઉ-તે વાવાઝોડું પસાર થયા દરમિયાન અને બાદમાં પણ કેરળમાં ભારે વરસાદ પડ્યો છે. આ સપ્તાહની શરૂઆતમાં જ કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો હતો, પરંતુ ગુરુવારથી તેમાં ઘટાડો આવ્યો છે.

બંગાળની ખાડીમાં આવેલા યાસ વાવાઝોડાને કારણે પણ ચોમાસું જલદી પહોંચશે, એટલે કે ૨૭-૨૯ મે સુધી પહોંચવાની શક્યતા જણાવવામાં આવી છે, પરંતુ હવે ૩૦ મે એ એક જૂનની વચ્ચે જ ચોમાસું પહોંચવાની શક્યતા છે. હવામાન વિભાગે ચોમાસાના આગળ વધવા પર સતત નજર રાખી રહ્યું છે.

કોરોનાની મહામારીનો સામનો કરી રહેલી પ્રજા માટે આ સારા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષે ૧ જૂનથી શરૂ થનારું ચોમાસું એટલે કે વરસાદ સામાન્યથી સારો રહે તેવી શક્યતા છે. હવામાનની માહિતી આપનાર સંસ્થા સ્કાઈમેટ વેધર સર્વિસિઝે જણાવ્યું કે ભારતમાં આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સરેરાશ વરસાદ ૯૦૭ મિલીમીટર પડી શકે છે.

સમગ્ર ભારતમાં ચાર મહિના દરમિયાન સરેરાશ ૮૮૦.૬ મિલીમીટર વરસાદ થાય છે, જેને લોંગ પીરિયડ એવરજે (ન્ઁછ) કહેવાય છે. સ્કાઈમેટ તેને જ સરેરાશ માનીને ચાલે છે. એટલે કે વરસાદના આ આંકડા ૧૦૦% માનવામાં આવે છે. આ વર્ષે ૯૦૭ મિલીમીટર વરસાદ પડશે તેવી શક્યતા છે. ૨૦૨૧માં મોનસૂન દરમિયાન ૧૦૩% વરસાદ પડવાની સંભાવના છે. ૯૬%થી લઈને ૧૦૪%ના વરસાદને સામાન્યથી સારો વરસાદ કહેવામાં આવે છે. ૨૦૧૯માં આ આંકડો ૧૧૦% અને ૨૦૨૦માં ૧૦૯% રહ્યો હતો. હવે ૨૦૨૧માં સતત ત્રીજા વર્ષે સારા મોનસૂનનો ફાયદો મળશે.

રિપોર્ટ મુજબ આ વર્ષે જૂનમાં ૧૭૭ મિલીમીટર વરસાદ પડી શકે છે, જ્યારે જુલાઈમાં ૨૭૭, ઓગસ્ટમાં ૨૫૮ અને સપ્ટેમ્બરમાં ૧૯૭ મિલીમીટર વરસાદ પડે તેવી આશા છે. ખાસ વાત એ છે કે ગત વર્ષે જે વિસ્તારમાં સામાન્યથી ઓછો વરસાદ પડ્યો હતો, ત્યાં આ વર્ષે સારા વરસાદની સંભાવના છે. જૂનમાં બિહાર અને પશ્ચિમ બંગાળમાં સારા વરસાદની સંભાવના છે. જુલાઈ માસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ રાજ્યોમાં સારો વરસાદ પડશે

જ્યારે નોર્થ ઈસ્ટ અને કર્ણાટકમાં વરસાદ સામાન્યથી ઓછો રહેશે તેવી આશંકા છે. સપ્ટેમ્બરમાં મધ્યપ્રદેશ અને દેશના પશ્ચિમી ક્ષેત્રો જેવાં મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં સારો વરસાદ પડશે તેવી શક્યતા છે. આ વર્ષે પણ મુંબઈમાં વરસાદ જૂનના પહેલાં સપ્તાહથી જ શરૂ થશે. જાેકે સ્કાઈમેટે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યોને લઈને અનુમાન હજુ નથી આપવામાં આવી રહ્યું, આ શક્યતા આખા દેશને ધ્યાનમાં રાખીને છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.