વાંકાનેરનાં હસનપર ગામે પ્રેમી પંખીડાએ સજાેડે આપઘાત કયો
મોરબી: આજે લોકો સામાન્ય જીવનમાં તકલીફો આવી જાય કે તુરંત જ આત્મહત્યાનું વિચારવા લાગે છે. ખાસ કરીને પ્રેમી પંખીડાઓ સમાજનાં રીતિરીવાજાેનાં કારણે એક ન થઇ શકતા હોવાના કારણે આ રસ્તો અપનાવતા હોય છે. આવુ જ કઇક એકવાર ફરી ગુજરાતનાં વાંકાનેરમાં બન્યુ છે, જ્યા વાંકાનેરનાં હસનપર ગામ નજીક પ્રેમી પંખીડાએ સજાેડે ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધો છે. બન્નેનાં મુર્તદેહ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવની મળતી વિગત મુજબ મોરબી જિલ્લનાં વાંકાનેર તાલુકનાં હસનપર ગામે એક યુવતી અને યુવાનને ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધા છે. જેની જાણ વાંકાનેર સીટી પોલીસની કરવામાં આવી હતી. તુરંત જ વાંકાનેર સીટી પોલીસનાં હીરભાઇ મઠીયા સ્થળ પર દોડી ગયા હતા
બન્ને મૂર્તદેહ પી.એમ.માટે હોસ્પીટલમાં ખસેડાયા હતા. આ અંગે સુત્રોમાંથી વધુમાં મળતી વિગતે મૃતક જ્યોતિબેન મનીષભાઈ ઝીઝુવાડીયા ઉ.વ.૧૭ અને સંજયભાઈ બટુકભાઈ સારલા ઉ.વ.૨૨ બન્ને હસનપર ગામનાં જ રહેવાસી છે અને બન્ને એક બીજાને પ્રેમ કરતા તેમના લગ્ન નહી થાય એ બીકનાં લીધે બન્ને ગઈકાલે સાંજનાં સમય બાદ ઘરેથી નીકળી ગયા હતા. આજે સવારનાં સમયે બન્નેનાં મૃતદેહ મળ્યા હતા. પોલીસ હાલ આ અંગેની નોધ કરી વધુ તપાસ ચલાવી રહી છે.