Western Times News

Gujarati News

શહેરામાં સસ્તા અનાજની દૂકાનમા પ્લાસ્ટિકના ચોખા અપાયાનો આક્ષેપ

તંત્રની તપાસમા આખરે ચોખા પોષણયૂક્ત હોવાનુ બહાર આવ્યુ

શહેરા, પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે આવેલી સસ્તા અનાજની દુકાનમા આપવામા આવતા ચોખાના જથ્થામાં પ્લાસ્ટિકના ચોખા હોવાના આક્ષેપ સાથે ગ્રાહકોએ ફરીયાદ કરતા ચકચાર મચી જવા પામી હતી.જેને લઇને ગાંધીનગરની ફુડ ટેકનિકલ ટીમ દ્વારા ગોડાઉન પર તપાસ હાથ ધરવામાં આવી હતી.જેની તપાસમા ચોખા પોષણયૂક્ત હોવાનુ બહાર આવ્યુ હતૂ.

પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા અનાજની દૂકાન આવેલી છે.જ્યા રાહત દરે અનાજ આપવામા આવે છે.ગૂરૂવારના રોજ ચોખાના વિતરણ દરમિયાન ગ્રાહકોએ પ્લાસ્ટિકના ચોખા નીકળતા હોવાની રજુઆત તંત્રને કરતા મામલતદાર દોડી આવ્યા હતા.

અને ચોખાના જથ્થાને પાછો પુરવઠા ગોડાઉનમા મોકલી દેવામા આવ્યો હતો.જીલ્લા પુરવઠા અધિકારીએ વાતને તથ્ય વિહોણી ગણાવીને ચોખાને ફોર્ટીફાઈડ કરીને ઉમેરવામા આવતી હોવાનૂ જણાવ્યુ હતુ.ચોખાને પોષણક્ષમ બનાવવા માટે ૫૦ કિલોની બેગમાં ૫૦૦ ગ્રામ ફોર્ટીફાઇડ ચોખા ઉમેરવામા આવે છે.

છતા આ મામલે ગાંધીનગરથી ટેક્નિકલ ઓફિસર ફૂડ રિસર્ચ જી.પી.દરબાર અને તેમની ટીમ દ્વારા શુક્રવારના રોજ તપાસ કરવા સરકારી ગોડાઉન ખાતે આવી પહોચી હતી. વધુમા ટેક્નિકલ ઓફિસર ફૂડ રિસર્ચ જી.પી.દરબાર એ ચોખા પોષણ યુક્ત હોવાનું જણાવ્યું હતુ.સસ્તા અનાજ ની દુકાનમાં ફાળવવામાં આવતા ચોખાના ૫૦ કિલો જથ્થામાં ૫૦૦ ગ્રામ પોષણયૂક્ત ચોખા ઉમેરવામાં આવે છે. હ્લઝ્રૈં માથી પંચમહાલ દાહોદ , છોટાઉદેપુર, મહીસાગર જિલ્લામાં ફાળવવામાં આવ્યા હતા.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.