Western Times News

Gujarati News

ઝીંઝુવાડીયા પરિવાર દ્વારા વડતાલ હોસ્પિટલમાં એમ્બ્યુલસ વાન અર્પણ

(પ્રતિનિધિ) આણંદ ; વૈશાખ સુદ પૂનમમાં દિવસે વડતાલ હોસ્પિટલની સેવામાં વધુ સગવડ ઊભી થઈ છે. આજરોજ અમદાવાદના કસ્તુરચંદ પોપટલાલ ઝીંઝુવાડીયા પરિવાર દ્વારા નિઃશુલ્ક સારવાર આપતી હોસ્પિટલમાં ગોવિંદભાઈ ઠક્કર – તારાપુર ની લાગણી અનુસાર , એક એમ્બ્યુલંસ વાન અર્પણ કરવામાં આવી છે.

શા. સત્સંગભૂષણ સ્વામીની પ્રેરણાથી આ પરિવાર સેવામાં અગ્રેસર રહે છે. આ પ્રસંગે સૌ પ્રથમ વર્તમાન ગાદીપતિ પ પૂ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે વાનનું પૂજન કરીને યજમાન પરિવાર પર પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મુખ્યકોઠારીશ્રી ડો સંત સ્વામીએ કહ્યું હતું કે.

આજ અને આવતીકાલ આ વાહનનો લાભ લઈને ઘણા દર્દીઓના જીવન બચાવી શકાશે. તકની સેવાથી સહુનો રાજીપો મળે છે. પૂ નૌતમ સ્વામીએ આ પરિવારની સેવા ભાવનાને બિરદાવીને દેવલક્ષી જીવનનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને ચેરમેનશ્રી દેવપ્રકાશદાસજી સ્વામીએ કપરાકાળમાં હોસ્પિટલ સ્ટાફ દ્વારા જે જે સેવા કાર્યો થાય છે તેને બિરદાવીને આશીર્વાદ પાઠ્‌વયા હતા

આ પ્રસંગે પૂ ગોવિંદપ્રસાદ સ્વામી મેતપુરવાળા, પૂ શાસ્ત્રી ભક્તિપ્રકાશ સ્વામી – સાવદા ; ટ્રસ્ટી ઘનશ્યામ ભગત ; ધર્મજીવન સ્વામી, ટ્રસ્ટીઓ શ્રી મહેન્દ્રભાઈ નિલગિરિ , શંભુભાઈ સુરત ; પ્રદીપભાઈ બારોટ મુંબઈ ; રાજુભાઈ ડોલ્ફીન વોચ, સુનિલભાઈ બોરિયાવી ડો સતિષ જાની વગેરે ઊપસ્થિત રહ્યા હતા. *


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.