Western Times News

Gujarati News

થોરના ઝીંડવામાંથી બનાવેલી દવા કોરોનાની સારવાર માટે અસરકારક

જીટીયુના પ્રોફેસરે બનાવેલી આયુર્વેદિક હર્બલ મેડીસીનના સચોટ પરિક્ષણ મળ્યા

(એજન્સી) અમદાવાદ, સામાન્ય રીતે કોરોના સંક્રમણ દરમ્યાન અને કોરોના મટ્યા પછી દર્દીઓને શરીરમાં અશક્તિની ફરીયાદ રહેતી હોય છે. એવામાં ગુજરાત ટકનોલોજીકલ યુનિવર્સિટીન્ ના ફાર્મસી વિભાગના પ્રોફેસર સંજય ચૌહાણે બનાવેલી આયુર્વેદિક હર્બલ મેડીસીન કોરોનાની સારવાર માટે અસરકારક સાબિત થઈ છે.

ફાફડા થોરમાં ઉગતા લાલ ફૂલમાંથી બનાવવામાં આવેલી આ દવા ઈમ્યુનિટી બુસ્ટર સાબિત થઈ છે. શરીરમાં બ્લડનું પ્રમાણ વધારવામાં પણ તે ખુબ જ મદદરૂપ સાબિત થઈ રહી છે.

ફરીદાબાદની બાયોટેકનોલોજી લેબમાં આ દવા પર કરવામાં આવેલા પરીક્ષણમાં ૪૧ ટકા જેટલા સચોટ પરિણામો મળ્યા છે. ગુજરાત ટેેકનોલોજીકલ યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના પ્રોફેસર સંજય ચૌહાણ જણાવે છયે કે હેમપોઈન નામની દવા જે પાંડુરોગ માટે વપરાય છે.

એ દવા કોરોના મહામારીમાં કેટલી અસરકારક નીવડે છે એ અંગે ગત વર્ષે સંશોધન કરવામાં આવ્યુ હતુ. જેમાં ફાર્મસીની ભાષામાં કોમ્પીટીશનલ ડ્રગ ડીસ્કવરીના માધ્યમથી કોરોના વાયરસના સ્પાઈક પ્રોટીન, મ્યુક્લિઓકેપ્સિટ પ્રોટીન અને પ્રોટીન એઝાઈન પર તેનું બાઈન્ડીંગ જાેવા મળે છે. જેમાં ૯૬ ટકા બાઈન્ડીંગ થાય છે. એ જાણવા મળ્યુ. જેના કારણે શક્યતાઓ વધી જાય છે કે કોરોના વાયરસનું રેપ્લીકેશન અટકી શકે છે.

પછી રિઝનલ ટેકનોલોજી ઓફ બાયોટેકનોજીમાં તેનુ પરીક્ષણ કરવામાં આવ્યુ. જેમાં જાણવા મળ્યુ હતુ કે ર૪ કલાકમાં જ ૪૧.૭ ટકા વાયરલ રીપ્લેકશનને મેડીસીન અટકાવે છે. સંશોધનના આધારે તેને ડોક્ટર્સ અને મેડીકલ પ્રોફેશનના પ્રમોટ કરવામાં આવ્યુ અને ૪૮૦ દર્દીઓમાં તેના ટ્રાયલ્સ કરવામાં આવ્યા. જેમાં કોરોનાને કારણે પ્લેટલેટસ કાઉન્ટ ઘટવા, ઓરબીસી ઘટવુ, હિમોગ્લોબીન ઘટવા અને સીઆરપી અને એલડીએચ વધી જતાં હોય છે.

આની ટ્રીટમેન્ટમાં જાણવા મળ્યુ હતુ કે સ્પોટીવ ટ્રીટમેન્ટમાં હિમોગ્લોબીન વધે છે. આરબીસી, ડબલ્યુબીસી પ્લેટલેટ કાઉન્ટ વધે છે. અને સાથે સીઆરપી અને એલડીએચનું લેવલ પણ ઘટે છે. જેથી આ દવા કોરોનાના દર્દીઓને ખુબ જ અસરકારક નિવડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.