Western Times News

Gujarati News

અમદાવાદમાં 2000 બસો નોન યુઝમાં મુકવાની અરજી RTO સ્વીકારતી નથી

File

સરકારની સુચના નહીં હોવાથી એક પણ આરટીઓ નિર્ણય લેતી નથી

નોન યુઝ બસ માટે શું પ્રક્રિયા છે?
બસ સંચાલકો જે બસો પાર્કિંગમાં રાખે છે અને જે રોડ ઉપર દોડાવવામાં આવતી નથી તેના માટે નોનયુઝ બસ લખીને આરટીઓમાં રોકડા રૂા.૧૦૦ ભર્યાની પહોંચ સાથેની અરજી જમા કરાવવી પડે છે. અરજીને આરટીઓ સ્વીકારે તો બસ માલિક બંધ બસનો ઉપયોગ કરે નહી. ત્યાં સુધી આરટીઓ ટેક્ષ ભરવામાંથી રાહત મળે છે. બંધ બસ દોડાવવાની શરૂ કરે ત્યારેે પહેલા બાકી ટેક્ષ ભરવો પડે છે. જાે આરટીઓની જાણ બહાર માલિક બંધ બસ દોડાવે તો દંડની રકમના ૩ર ટકા વધુ રકમ ભરવી પડે છે.

 

(એેજન્સી) અમદાવાદ, કોરોનામાં ટ્રાવેલ્સ બિઝનેસને વ્યાપક નુકશાન થયુ છે. બંધ બસોનો આરટીઓ ટેક્ષ હાલ ભરવોે પડે નહીં એે માટે રાજ્યની કુલ ૧૬ હજાર ખાનગી લકઝરી બસોમાંથી નોનયુઝમાં બસો મુકવા અમદાવાદ ના બે હજાર સહિત રાજ્યના નવ હજાર બસ માલિકોએ આરટીઓ સહિત વાહનવ્યવહાર વિભાગ સમક્ષ વારવાર રજુઆત સાથે અરજી કરી છે.

પરંતુ સરકારની સુચના ન હોવાથી એક પણ આરટીઓ નોન યુઝની અરજી સ્વીકારતી નહીં હોવાનો ગુજરાત ટુરીસ્ટ વ્હીકલ ઓપરેટર એસોસીએશને રોષ ઠાલવ્યો હતો. આ અંગે વાહન વ્યવહાર સચિવ સમક્ષ કરેલી અરજી મંત્રી અને ડે.સીએમ થઈ હવે સીએમ સમક્ષ પેન્ડીંગ પડી છે.

એસોસીએશનના પ્રમુખ કિરણ મોદીએ કહ્યુ હતુ કે આરટીઓ ટેક્ષ માટે મહિને ૪૦ વ્યક્તિઓની સ્લિપર લકઝરી બસમાં ૪.૮૦ લાખ અને ૪૪ની સ્લિપર બસમાં ૪.૯૬ લાખ અને પ૬ સીટની બસમાં ર૧ હજાર રકમ ભરવી પડે છે. લેખિત રજુઆતમાં જણાવાયુ છે કે સરકારે ગત વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર ટેક્ષ સહિતની માફી આપી હતી.

પરંતુ હાલ ટેક્ષ માફી માંગતા નથી પણ ગત માર્ચથી બંધ બસોનો ટેક્ષમાં રાહત આપવાની માંગ છે. મે સુધીમાં રાહત નહીં આપવામાં આવે તો બસ માલિકને ૩ માસના ટેક્ષ સાથે પેનલ્ટી પણ ભરવી પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.