હવે ગુજરાતીમાં પણ એન્જીનિયરીંગ કરી શકાશે
ગાંધીનગર, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા એક મહત્ત્વનો ર્નિણય કરવામાં આવ્યો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં એન્જીનિયરીંગ કોલેજાે વધી રહી છે. પરંતુ તેની સામે બેઠકો ખાલી રહે છે. વિદ્યાર્થીઓ વધારવા માટે હવે અંગ્રેજી ઉપરાંત બીજી આઠ જેટલી ભારતીય ભાષાઓમાં એન્જીનિયરીંગ ભણી શકાશે. ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા લેવામાં આવેલા આ ર્નિણયથી અનેક વિદ્યાર્થીઓને ફાયદો થશે.
કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા અંગ્રેજી ઉપરાંત હિન્દી, બંગાળી, તામીલ, તેલુગુ, કન્નડ, મરાઠી, મલયાલમ તેમજ ગુજરાતી ભાષામાં અભ્યાસક્રમ ઉપલબ્ધ કરાવવા માગે છે. પ્રાદેશિક ભાષાઓમાં એન્જીનિયરીંગ અભ્યાસક્રમની છૂટ આપવા પાછળનું કારણ ગ્રામ્ય તેમજ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ પણ ભણી શકે તે છે.
ગુજરાતમાં મોટાભાગના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા પર પ્રભુત્ત્વ નથી હોતું જેથી તેઓ એન્જીનિયરીંગ કરી શકતા નથી. તેવા સંજાેગોમાં લેવાયેલા ર્નિણય પ્રમાણે હવે વિદ્યાર્થીઓ ગુજરાતીમાં પણ અભ્યાસક્રમ પસંદ કરી શકશે. જેથી અંતરિયાળ ગામડાંનાં વિદ્યાર્થીઓને ફાયદો થશે.
ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનના ચેરમેન અનિલ સહસ્ત્રબુદ્ધેએ આ અંગે જણાવ્યું છે કે, માતૃભાષામાં શિક્ષણ મળવાથી વિદ્યાર્થીઓ એન્જીનિયરીંગના પાયાના સિદ્ધાંતો વધુ સારી રીતે અને વધુ સરળતાથી સમજી શકશે. આ કારણથી અભ્યાસક્રમમાં ભાષાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.